સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે જેને લીધે સરકાર દ્વારા કોરોનાના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જાણે કોરોના ગાયબ જ થઇ ગયો હોય તેવી રીતે લોકો બેદરકારી દાખવી રહ્યા છે. સાથે જ કોરોનાકાળમાં વિદેશ જવાનું ઈચ્છતા વિદ્યાર્થીઓ અને સાથે અન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સરકાર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે.
તેની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, જો ફરી એક વખત રાજ્યમાં કોરોનાના કેસો વધનું શરુ થશે તો નિયમોમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં જરા પણ ઢીલ આપવામાં આવશે નહિ. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જોવા જઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોરોનાના કેસો નોંધાયા છે અને સતત 16માં દિવસે કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી.
જો આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધશે તો પહેલાની જેમ જ કડક નિયમો લાદવામાં આવી શકે છે. કોરોનાનું સંક્રમણ જો સતત વધતું રહેશે તો શ્રાવણ માસમાં આવતા તહેવારો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ટોકન મુજબ દર્શનાર્થીઓને દર્શન કરવા માટે જવા દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.