સોશિયલ મીડિયાનો જમાનો જ્યારથી આવ્યો છે ત્યારથી દુનિયાના એક ખૂણે બનતી ઘટના ગણતરીની મીનીટોમાં દુનિયાના બીજા ખૂણા સુધી આરામથી પોહચી જાય છે જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લોકોના કામ સહેલા થઇ ગયા છે અને સમયનો પણ બચાવ થવા લાગ્યો છે. કોરોના મહામારી સમયકાળ દરમિયાનથી ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે.
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને લોકો ખુબ હસી રહ્યા છે જણાવી દઈએ કે વિડીયો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ઘણાં બધા લોકો સોશિયલ મીડિયામાં આ વિડીયોને શેર કરી રહ્યા છે અને વિડીયો જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. વિડીયોમાં એક બાળકને શાળાએ લઇ જવામાં આવી રહ્યો હોવાનું વિડીયો પરથી માલુમ થાય છે હાલ તો આ વિડીયો કોઈ પણ માણસને હસાવવા માટે સક્ષમ છે.
Don’t forget the efforts taken by your parents and friends to get you good education pic.twitter.com/NuzHtNBziK
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) April 27, 2022
જણાવી દઈએ કે કોરોના મહામારી બાદ શાળા કોલેજો લાંબા ગાળા સુધી બંધ રહ્યા હતા તેમજ શરુ થયાની શરૂઆતમાં ઘણાં સમયથી અનિયમિત પણે ચાલી રહી હતી ત્યારે હવે જ્યારે શાળાઓ અને કોલેજો રાબેતા મુજાબ શરૂ થઇ ગઈ હોવા છતાં એક બાળકને શાળાએ જવું ગમતું ના હોવાથી બાળકની માતા તેને ટીંગાટોળી કરીને શાળાએ મુકવા જઈ રહ્યા હોય છે ત્યારેજ શાળાએ જતા આ બાળકનો ફની વિડીયો વાઈરલ થયો છે.
આપ સૌ જાણતા હશોકે લોકો બાળકોને શાળાએ મોકલવા માટે કેવા કેવા પ્રકારની તરકીબો અપનાવતા હોય છે અને ઘણી વાર તો એકદમ મોટો ડ્રામા થઇ જાય છે પણ આખરે માતાપિતા પોતાના બાળકોને શાળાએ મોક્લીજ આપે છે વાઈરલ થયેલા વિડીયોમાં માતા પોતાના બાળકને અન્ય 3 લોકોની મદદ વડે હાથ પગ પકડીને લટકાવીને શાળાએ મુકવા જઈ રહી છે અને બાળક મોટે મોટેથી શાળાએ નથી જવું કહીને બુમો પાડી રહ્યું છે જેને જોઇને લોકો ખુબજ હસી રહ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.