Surat નો આ વિડીયો તમારું હ્રદય હચમચાવી દેશે! તમારા સંતાનોને જરૂર બતાવજો આ વિડીયો

Surat, Gujarat: સુરત શહેરમાંથી કાળજું ધ્રુજાવી દેતો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછામાં સાયકલ ચલાવતો બાળક અકસ્માતનો ભોગ બન્યા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો…

Surat, Gujarat: સુરત શહેરમાંથી કાળજું ધ્રુજાવી દેતો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછામાં સાયકલ ચલાવતો બાળક અકસ્માતનો ભોગ બન્યા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વરાછા વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાં એક બાળક સાયકલ ચલાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ એવી ઘટના બની કે બાળક આ દિવસ ક્યારેય નહિ ભૂલી શકે.

આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ, દરેકના હૃદય હચમચી ઉઠ્યા છે. વાસ્તવમાં સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, એક બાળક સાયકલ ચલાવી રહ્યો છે. આ બાળક સાયકલ ચલાવતા-ચલાવતા બમ્પર કુદાવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ માસુમ ક્યાં જાણતો હતો કે, આ તેના જીવનની સૌથી મોટી ભૂલ બનશે.

માસુમની એક ભુલે પરિવારને દોડતા કરી દીધા. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, સામેથી એક બાળક સાયકલ ચલાવતો ચલાવતો આવી રહ્યો છે. વચ્ચે બમ્પર આવે છે અને આ બાળક બમ્પર કુદાવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે દરમિયાન જ બાળક પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને સાયકલ સાથે બાળક આગળની સાઈડ ગોથું ખાઈ જાય છે.

મિત્રો, સીસીટીવી જોઈને તમને ખ્યાલ આવે કે, બાળક આગળની સાઈડ મોઢાના ભાગે પછડાતા ત્યાં ને ત્યાં જ બેભાન થઇ જાય છે. બાળક થોડો પણ હલવાનો પ્રયાસ કરતું નથી. વીડિયોમાં જોઈને અનુમાન લગાવી શકાય કે, માથાના ભાગે જમીન સાથે પછડાતા બાળકને માથાના ભાગે વાગ્યું હશે. જેના કારણે ઘટના સ્થળે જ તે બેભાન થઇ ગયો.

આ વિડીયો, દરેક માતા પિતા માટે ચેતવણી સમાન છે. આજકાલ બાળકો ઘણી સ્પીડમાં સાયકલ ચલાવતા હોય છે. આવી ઘટનાઓ કાયમ તો નથી બનતી, પરંતુ ‘ન કરે નારાયણ’ ને તમારા સંતાનો સાથે આ પ્રકારની ઘટના બને… અને પાછળથી પસ્તાવાનો વારો આવે, તેના કરતા બહેતર છે કે અત્યારે જ આપણા બાળકોને સાવચેત કરીએ.

આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો અને પોતાના બાળકને આ વિડીયો જરૂરથી બતાવો અને સમજાવો, જેથી કરીને બાળક પણ સાવધાન રહે અને આવી ઘટના આપણા બાળક સાથે ન બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *