ઉધનામાં બાંધકામ સ્થળે પાણી ભરેલાં ખાડામાં ડૂબતા બાળકનું મોત, જાણો મામલો

Surat News: સ્માર્ટ સીટી સુરતમાં પાલિકાના કેટલાક વિભાગોની નબળી કામગીરીના કારણે પ્રજાને હાલાકી થઈ રહી છે. તેમજ પાલિકાના પાપનો ભોગ આજે એક કિશોરએ (Surat News) બનવું પડ્યું છે.ઉધના રેલવેસ્ટેશન નજીક બાંધકામની સાઈટ પર બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એક કિશોર પડી જતા કોઈ કારણોસર તે મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે.

કન્સ્ટ્રક્શનની સાઈટ પર એક બાળક રમતા રમતા કૃત્રિમ ખાડામાં પડ્યો
આ અંગે મળતી માહિતી મુજબ, લીંબાયત મીઠી ખાડીમાં આવેલા સરદારનગરમાં મોમહમ્મદ આલમ શેખ નામના એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને પોતે ખાટલી વર્ક કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેના પરિવારમાં ત્રણ પુત્ર, પત્ની તથા એક પુત્રી રહે છે.

ત્યારે થોડા દિવસ અગાઉ ધોરણ 3માં અભ્યાસ કરતો તેનો પુત્ર રવિવારે પોતાના બે મિત્રો સાથે ઉધના રેલવેસ્ટેશન નજીક આવેલ કન્સ્ટ્રક્શનની સાઈટ પર ગયો હતો.જ્યાં કૃત્રિમ ખાડો બનાવી તેમાં પાણી ભરવામાં આવ્યું હતું.

હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો
આ ત્રણેય બાળકો રમતા રમતા તે ખાડા નજીક ગયા હતા. તે પેકી એક બાળક તે ખાડામાં પડી ગયો હતો.ત્યારબાદ તેના બે મિત્રોએ અંગે ઘરે જઈને પરિવારના સભ્યોને જાણ કરી હતી.ત્યારે આ ઘટનાના પગલાં પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ અંગે 108ની ટીમને જાણ કરી હતી. ત્યારે 108ની ટિમએ તે બાળકને ખાડામાંથી કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા.

ડોકટરે મૃત જાહેર કર્યો
તે બાળકને હોસ્પિટલ લઇ ગયા બાદ સારવાર આપવામાં આવી હતી. જો કે આ સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને આ બાળક કઈ રીતે ખાડામાં પડ્યો તેનું મોત કેવી રીતે થયું તે અંગે તપાસ હાથ ધરી છે.