કાળ બનીને આવેલા સ્પેર વિલે સાડા ત્રણ મહિનાની બાળકીનો લીધો જીવ, માતા-પિતાનું હૈયાફાટ રૂદ્દન

Kheda Accident: ખેડા જિલ્લાનાં નડિયાદ-ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં સાડા ત્રણ મહિનાની પરપ્રાંતીય માસૂમ બાળકીનું મોત (Kheda Accident) નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને બાળકીનાં મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સલુણ પાસે ગોઝારા અકસ્માતની ઘટના
પ્રાથમિક વિગત અનુસાર, ખેડા જિલ્લાનાં નડિયાદ-ડાકોર રોડ પર સલુણ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. હાઇવે નજીક મૂળ મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર રહે છે.

દરમિયાન, પરિવારની સાડા ત્રણ મહિનાની ખુશી નામની માસૂમ બાળકી હાઇવેની સાઇડમાં રમી રહી હતી. ત્યારે એક આઇશર ત્યાંથી પસાર થઈ રહી હતી. આઇશરમાં પાછળ ટ્રોલીમાં ટાયર રાખેલું હતું. દરમિયાન, ઉછળીને ટાયર તે બાળકી પર પડ્યું હતું.

સ્પેર વ્હીલ પડતા બાળકીનું ઘટના સ્થળે જ મોત
આ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને બાળકીનાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસ અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર કામ અર્થે નડિયાદ આવ્યો હતો. માસૂમ બાળકીનાં મોતથી પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો છે.