તમારા બાળકનું ભણવામાં નથી લાગતું મન? તો તેની સ્ટડી રૂમમાં લગાવો આ વસ્તુ, ક્યારેય અભ્યાસમાં નહીં રહે પાછળ; સફળતા તેના પગ ચૂમશે

Feng Shui For Study Room: ફેંગશુઈ એક ચીની શાસ્ત્ર અનુસાર, જેમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને ગુડ લકને આકર્ષવા માટે ઘણા ઉપાયો બતાવામાં આવ્યા છે. ઘણી વખત વાલીઓ તેમના બાળકોના શિક્ષણને લઈને ખુબ ચિંતિત રહેતા હોય છે. અનેક પ્રયત્નો છતાં બાળકો અભ્યાસમાં ધ્યાન આપતા નથી. કદાચ તેમની પાછળનું કારણ તમારા સ્ટડી રૂમમાં(Feng Shui For Study Room) રહેલી નકારાત્મક ઉર્જા છે. તેથી, તમારા બાળકની એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારવા માટે, ફેંગશુઈની લકી વસ્તુઓને સ્ટડી રૂમમાં રાખવું જરૂરી છે.

એજ્યુકેશન ટાવર
જો તમે તમારા બાળકોનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરવા માંગો છો, તો સ્ટડી રૂમમા એજ્યુકેશન ટાવર મુકવું જોઈએ. ફેંગશુઈમાં એજ્યુકેશન ટાવર ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તેને ઉત્તર દિશામાં મૂકવો જોઈએ.

ક્રિસ્ટલ બોલ
સ્ટડી રૂમમાં ક્રિસ્ટલ બોલ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્ટડી રૂમમાં ક્રિસ્ટલ બોલ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે.

લાફિંગ બુદ્ધા 
બાળકોની યાદશક્તિ વધારવા માટે તમારે લાફિંગ બુદ્ધાને સ્ટડી રૂમમાં રાખવા જોઈએ. બંને હાથ ઉંચા કરીને લાફિંગ બુદ્ધાની પ્રતિમાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

વાંસનો છોડ
વાંસનો છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂર્વ ખૂણામાં વાંસનું ઝાડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે.

વિન્ડ ચાઇમ
વિન્ડ ચાઇમ એ એક નસીબદાર ફેંગ શુઇ ઑબ્જેક્ટ છે, જે સારા નસીબને આકર્ષે છે અને હકારાત્મકતા જાળવી રાખે છે. તેથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સ્ટડી રૂમમાં વિન્ડ ચાઇમ લગાવો.