ગુજરાતના આ મંદિરમાં ઋષિ સ્વરૂપે શિવલિંગ, ગણેશજીની મૂર્તિ પર છે તલવારના ઘા- જાણો આ પૌરાણિક મંદિરનો ઇતિહાસ

Valod Ganeshji: હિન્દુ સમાજની માન્યતા મુજબ દરેક દેવી-દેવતાઓમાં સૌપ્રથમ પૂજાતા દેવ એવા વિધ્નહર્તા શ્રી ગણશને માનવામાં આવે છે. કહેવાય છે કે, દરેક કાર્યનો આરંભ હિન્દુઓના…

Valod Ganeshji: હિન્દુ સમાજની માન્યતા મુજબ દરેક દેવી-દેવતાઓમાં સૌપ્રથમ પૂજાતા દેવ એવા વિધ્નહર્તા શ્રી ગણશને માનવામાં આવે છે. કહેવાય છે કે, દરેક કાર્યનો આરંભ હિન્દુઓના આરાઘ્ય દેવ શ્રી ગણેશજીને() યાદ કરીને કરવામાં આવે તો વિધ્નહર્તા શ્રી ગણેશ તે કાર્ય વિના વિલંબે પૂર્ણ કરે છે. જેથી સૌ કોઈ તેમની પ્રથમ પૂજા-અર્ચના કરે છે.ત્યારે તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલા ગણેશજી(Valod Ganeshji) પ્રત્યે લોકોને ભારે શ્રદ્ધા છે. પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા ગણપતિ મંદિરમાં સાચા મનથી માનવા આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરમાં દરેકની મનોકામના અચૂક પૂર્ણ થાય છે
આમ તો ભારતભરમાં ભગવાન ગણેશના અસંખ્ય મંદિરો આવેલા છે. પરંતુ જમણી તરફ સુંઢ ઘરાવતા અને રિઘ્ઘી-સિઘ્ઘી સાથે હોય તેવા મંદિરો લગભગ જોવા મળતા નથી ત્યારે તાપી જિલ્લામાં આવેલા વાલોડ ગામ ખાતે આવુંજ એક અતિપ્રાચિન અને પેશવા રાજા સમયનું ભગવાન ગણશેનું ભવ્ય મંદિર આવેલું છે.કહેવાય છે કે, આ મંદિર સાથે અનેક પૌરાણીક કથાઓ સંકળાયેલી છે ઉપરાંત અનેક કિસ્સાઓ પણ આ સાથે સામેલ છે. ભગવાન ગણેશ અને સાથે રિઘ્ઘી-સિઘ્ઘીના આ મંદિરમાં વર્ષે, દિવસે, અને વારે-તહેવારે અનેક ભક્તો દર્શનાર્થે આવે છે. અનેક લોકોની શ્રઘ્ઘાનું કેન્દ્ર સમાન આ મંદિરમાં દરેકની મનોકામના અચૂક પૂર્ણ થાય છે.

ગણેશ મંદિરદર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્યમથકે વાલ્મીકિ નદીના નયનરમ્ય તટપરઆવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિસહિતના જમણી સૂંઢના પેશ્વાઈ ગણપતિદાદાની અદ્ભુત ચમત્કારિક ગણેશ મંદિરગુજરાતમાં સુપ્રસિદ્ધ થયું છે. ગણેશ મંદિરદર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. સમગ્ર ગુજરાતમાં સુપ્રસિદ્ધ ધાર્મિકસ્થળોમાં વાલોડનું પેશ્વાઈ ગણપતિદાદાનું મંદિર તિથૅધામ બની ગયું છે.વાલોડ મુખ્ય મથકે સ્થાનિક લોકોહળીમળીને રહેતા હતા. અંગ્રેજો એ જે તેસમયે મહેસૂલ ઉઘરાવવાનું કાર્યદેસાઈઓને સોંપ્યું હતુ. દેસાઈઓ એટલેસિધ્ધપુર પાટણથી પરત આ પંથકમાંઆવ્યાં હતાં. એ સમયે સિધ્ધપુરથી પુજનઅર્ચન કરવા માટે લાવ્યા હતાં. એક હજા રબ્રાહ્મણોને સિધ્ધપુરથી લાવ્યાં હતા.

મુખ્ય ગણેશની પાસે ભોંયરાવાળા ગણેશનું મંદિર
મુખ્ય ગણેશ મંદિરની 50 ફૂટ દૂર ‘પાતાળેશ્વર મહાદેવ’નું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિર જમીનની અંદર ભોંયરામાં આવેલું છે. આથી લોકો આને ભોંયરાવાળા ગણેશ પણ કહે છે. અહીં ભોંયરામાં ‘વક્રતુંડ’ બિરાજમાન છે. આ સિંદૂરી સ્વરૂપનાં દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. ભોંયરામાં આવેલું ગજાનંદનું આ સ્થાનક પેશ્વાકાલીન મનાય છે. કહેવાય છે કે, ખાસ તો યુદ્ધના સમયમાં મનની શાંતિ માટે રાજા-રાણીઓ અહીં મંદિરમાં આવતાં હતાં. આ મંદિર એ તેમની ગુપ્ત મુલાકાતનું પણ કેન્દ્ર રહેતું હતું. ભાવિકોનું માનવું છે કે શિવજી અને ગણેશજીની પ્રતિમાઓં સામસામે હોવાથી અલૌકિક ઉર્જાનો અહેસાસ અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

મુઘલ સલ્તનતના શાસનમાં બની હતી આવી ઘટના
મોગલ સામ્રજય સમયે મોગલ રાજાઓ હિંદુ સંસ્કૃતિની આસ્થા સમાન હિંદુ મંદિરોને તોડી હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરવાની કોશિષ કરી હતી. વાલોડ સ્થિત વિઘ્નહ્રતા ગણેશજીના મંદિર પર હુમલો કરી મૂર્તિને ખંડિત કરવા ઉગામેલ તલવારના ઘા આજે પણ ગણેશજીની મૂર્તિ પર અંકિત છે. ગણેશજી મંદિર મહાન સાધું સતોના આશ્રય માટેનું સ્થાન બનેલું છે સાચા હૃદયે માંગવામાં આવેલી મનોકામના દાદા પૂર્ણ કરે છે.