અનામત નું પરિણામ,ડાબા હાથમાં ફેકચર હતું અને જમણા હાથે પ્લાસ્ટર ચડાવ્યું.

ડોક્ટરની બેદરકારી સામે આવી છે.અહી ઉલ્લેખનીય છે કે બિહારની મુખ્ય હોસ્પિટલ ગણાતી એવી DMCH માં જ ડૉક્ટરની કથિત બેદરકારીનો મામલો સામે આવ્યો છે.તમને જણાવી દઈએ…

ડોક્ટરની બેદરકારી સામે આવી છે.અહી ઉલ્લેખનીય છે કે બિહારની મુખ્ય હોસ્પિટલ ગણાતી એવી DMCH માં જ ડૉક્ટરની કથિત બેદરકારીનો મામલો સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે અહીં હાડકાંના રોગના વિભાગમાં કથિત રૂપથી સાત વર્ષના બાળકના ડાબા હાથમાં ફેકચર હતું તો ડાબા હાથના બદલે જમણાં હાથમાં પ્લાસ્ટર કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. મંગળવારે આ સમગ્ર મામલો સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં હંગામો થવા લાગ્યો છે.આ સમગ્ર મામલાની જાણકારી મળતાં જ આરોગ્ય મંત્રી મંગળ પાંડેએ DCMH ના ડૉ. રાજ રંજન પ્રસાદને ફોન કરીને સમગ્ર મામલાની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે.અને સાથે સાથે જ તેમણે હાડકાંના રોગના વિભાગના અધ્યક્ષને પણ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

ળતી માહિતી અનુસાર આરોગ્ય મંત્રીના નિર્દેશ પર હાડકાંના વિભાગના અધ્યક્ષ ડૉ. લાલજી ચૌધરીને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ચૌધરીએ કહ્યું છે કે, આ વિભાગમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને કોઇપણ જાતની બેદરકારી વગર બધાની સારવાર પણ કરવામાં આવે છે. જો કોઇ બાળકના ખોટા હાથમાં કાચું પ્લાસ્ટર લાગી ગયું હોય તો બની શકે કે આ એક માનવીય ભૂલ છે. વિભાગાધ્યક્ષ તરફથી આપવામાં આવેલા સ્પષ્ટીકરણની પ્રત પટના પણ મોકલી આપવામાં આવી છે.

બીજી તરફ આ સમગ્ર ઘટનામાં મંગળવારે સવારે ખોટા હાથમાં પ્લાસ્ટર કર્યું હોવાની ફરિયાદ લઇને બાળકના વાલીઓ અધિક્ષક કાર્યાલય પહોચી ગયા હતા. અધિક્ષકને તપાસમાં જાણવા મળ્યું કે, કાચું પ્લાસ્ટર ડાબાના બદલે જમણા હાથમાં ચડાવી દેવામાં આવ્યું છે. બાળકને ડાબા હાથમાં ફ્રેક્ચર હતું.

બાળકના પિતાએ અધિક્ષક સામે આરોપ લગાવ્યો કે વિભાગે ખોટા હાથમાં પ્લાસ્ટર લગાવ્યો ઉપરાંત બેન્ડેજ અને દવા પણ બહારથી લાવવા માટે કહેવામાં આવતું હતું.તો આ સમગ્ર ઘટનામાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *