વિડીયો: ATM માં યુવતીને એકલી જોઈને હવસખોર યુવાન પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાઢીને ઉભો રહી ગયો અને કર્યું…

Published on: 5:00 am, Mon, 13 May 19

મુંબઈના થાણેના SBI ના એક એટીએમમાં એક યુવતી સાથે રવિવારે વહેલી સવારે 3 વાગ્યે છેડતીની ઘટના બની. 22 વર્ષીય યુવતીને ઓટોરિક્ષાને ભાડું આપવાનું હતું અને સંયોગથી તેનો જન્મદિવસ હતો. આથી તે પરોઢિયે 3 વાગ્યા આસપાસ એટીએમમાંથી પૈસા કાઢવા માટે ગઈ હતી. અને એક 35 વર્ષીય વ્યક્તિએ શિવાની નામની યુવતી સાથે અજીબ છેડતી કરી, જેનો વિડીયો બનાવીને યુવતીએ ટ્વીટર પર અપલોડ કરી દીધો.

જાણકારી અનુસાર પૈસા કાઢતા સમયે તેને પરેશાની થઈ, તો એક યુવક તેની મદદ માટે આગળ આવ્યો. પરંતુ આ દરમિયાન તેણે યુવતીને ઘણીવાર સ્પર્શ કર્યો અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢીને એટીએમમાં ઊભો રહી ગયો. યુવતીએ તેની આ ગંદી હરકતને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી. જ્યારે તે એટીએમમાંથી બહાર આવી તો સામે જ પોલીસને પીસીઆર વેન દેખાઈ. તેણે તરત પોલીસને સમગ્ર વીડિયો બતાવીને ઘટનાની જાણકારી આપી. પોલીસકર્મીઓએ તરત યુવકનો પીછો કરવાનું શરૂ કરી દીધું.

બીજી તરફ યુવતીએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, તે પોતાના વિસ્તારને હંમેશા સેફ માનતી રહી છે. આવી ઘટનાની તેને આશા નહોતી. એક બીમાર માનસિકતાવાળા શખસની આવી હરકત તેવી જગ્યાએ કરી જ્યાં કેમેરા લાગેલા હોય છે. છેવટે આ બધુ ક્યારે બંધ થશે? તેણે વીડિયોમાં થાણે પોલીસ અને મુંબઈ પોલીસ કમિશનરને પણ ટેગ કર્યા.


ઘટનાનો વીડયો ટ્વીટ થતા જ ટ્રેંડ થવા લાગ્યો. લોકો આ યુવતીની નિડરતાની પ્રશંસા કરી રહ્યા છે, તો મુંબઈ પોલીસ પર પ્રેશર વધવાના કારણે તે આરોપી યુવકને પકડી લે. બોલિવૂડ એક્ટ્રેસ ગુલ પનાગે પણ આ વીડિયો જોઈને ટ્વીટ કરી ઘટનાને શરમજનક બતાવી. તેણે આ યુવકને બીમાર બતાવ્યો.

મુંબઈ પોલીસે વીડિયોના આધારે ફરિયાદ નોંધીને સાંજે 4 વાગ્યા આસપાસ આરોપી યુવકને પકડી લીધો. યુવતીએ પણ ટ્વીટ કરીને મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. પોલીસે કલમ 354, 354(A) અને 509 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.