Child not recognize the mother in make up Viral Video: સુંદરતા વધારવા માટે મેક-અપનો ઘણો ઉપયોગ થાય છે. ઘણી વખત મેક-અપ કર્યા પછી લોકો પોતાને ઓળખતા પણ નથી. આટલું જ નહીં, મેકઅપ કોઈપણ ચહેરાને સુંદર બનાવે છે. આવું જ કંઇક આ દિવસોમાં એક વાયરલ વીડિયો (Viral Video) માં જોવા મળી રહ્યું છે, મેકઅપ થયા પછી ચહેરો બદલાય જાય છે.
View this post on Instagram
આવું જ કંઈક એક બાળક સાથે થયું, જ્યારે તેની માતા મેક-અપ સાથે તેની સામે આવી તો તે રડવા લાગ્યો અને બૂમો પાડી કે તેની માતા ક્યાં છે એમ બોલી રહ્યો હતો. બાળક મેક-અપ કરીને આવેલી તેની માતાને પણ ઓળખી શક્યો ન હતો. સોશિયલ મીડિયા પર બાળકની રડવાની અને ક્યૂટ સ્ટાઈલ ખૂબ વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર visagesalon1 નામના પેજ પર માતા અને પુત્રનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક મહિલા મેક-અપ કરતી જોવા મળી રહી છે પરંતુ તેની બાજુમાં બેઠેલું બાળક જોર જોરથી રડી રહ્યું છે. બાળક તેની માતાને ઓળખી શકતું નથી. બાળક રડે છે અને કહે છે તેની મા ક્યાં છે?
બાળક જયારે તેની માટેને બોલાવી રહ્યો હોય છે ત્યારે મહિલા વારંવાર કહે છે કે તે તેની માતા છે, પરંતુ બાળક મેક-અપમાં તેની પોતાની માતાને ઓળખવાનો ઇનકાર કરે છે. બાળક મહિલાથી દુર ભાગી જાય છે અને બાળક સતત રડતું રહે છે જાણે કોઈ તેનું અપહરણ કરી ગયું હોય તેમ ભાગે છે. આ બધું એટલા માટે થયું કારણ કે બાળક મેક-અપમાં હાજર તેની માતાને ઓળખી શક્યો ન હતો.
તમને જણાવી દઈએ કે આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને લોકો આ વીડિયો પર ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે આવા મેકઅપનો શું ઉપયોગ છે કે બાળક પણ તેને બરાબર ઓળખી શકતું નથી. જ્યારે બીજાએ લખ્યું કે પાણીનો ગ્લાસ ફેંકો ચહેરા પર ઓળખાઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.