આણંદ સાયબર પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોતાના ખંભાતમાં રહેતો પરિચિત યુવક જગદીશ સિંધા દ્વારા તેના અશ્લીલ વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપતો અને તેના બદલામાં 50 હજાર રૂપિયા માંગ્યા હતા.
વિશ્વાસના નામે છેતરાયેલી યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે 5 યુવતી મદદથી યુવકનો સંપર્ક કર્યો હતો. અને તેને આણંદ બસ સ્ટેન્ડ નજીક રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો. આ યુવક આણંદ સાયબર પોલીસની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. નક્કી કરેલ જગ્યા પર આવતા જ પોલીસે તેની ધડપકડ કરી હતી.
સમગ્ર ઘટનામાં જોઈએ તો સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી પોતાની જ મિત્રને બ્લેકમેલ કરનાર યુવક હવે સાયબર પોલીસના જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારે પોલીસે તેનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો હતો.
સાયબર પોલીસે વધુ તપાસ કરતાં તેના મોબાઈલમાંથી અન્ય 3 સગીરાના પણ બિભત્સ ફોટો મળી આવ્યા હતા. આણંદ પોલીસે આરોપીનો કોવિડ રિપોર્ટ કરાવી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.