Surat Child Swallowed Pin News: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સવા વર્ષનો બાળક રમતા રમતા ટાંકણી (Surat Child News) ગળી ગયો હતો. ડોક્ટરોની ટીમે દોઢ કલાકની સર્જરી બાદ 4 સે.મીની ટાંકણી બહાર કાઢી હતી. ઝાડા-ઉલટી થતા બાળકને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. વોર્ડમાં બેડ ઉપર રમતા-રમતા બાળક ટાંકણી ગળી ગયો હતો. બાળકની શ્વાસનળીમાં દૂરબીન નાખીને સર્જરી કરી ટાંકણી બહાર કાઢવામાં આવી હતી.
દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ટાંકણીને બહાર કાઢી
સિવિલ હોસ્પિટલમાં ઝાડા- ઉલ્ટીની સારવાર માટે દાખલ કરાયેલો સવા વર્ષીય માસૂમ રમતા- રમતા 4 સેમીની ટાંકણી ગળી ગયો હતો. જોકે તુરંત જ માતાને જાણ થતા તે તબીબ પાસે દોડી ગયા અને એક્સ-રે કરાવાતા પીન શ્વાસ નળીમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું.
જેથી તબીબોએ ઓપરેશન હાથ ધર્યું અને શ્વાસનળીમાં ફસાયેલી ટાંકણીને તાત્કાલિક દૂરબીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમીર શેખના પુત્ર અફાને ઝાડા-ઉલટી થતા બે દિવસથી સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં સારવાર માટે દાખલ કરાયો હતો. રવિવારે અન્ય બાળકો સાથે રમતા- રમતા ટાંકણી ગળી ગયો હતો. ટાંકણી અણીદાર હોવાથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ હતું. ઈએનટી વિભાગના નિષ્ણાંતોએ દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ટાંકણીને સફળતા પૂર્વક બહાર કાઢી લેતા માસૂમનો જીવ બચી ગયો હતો.
ધોરાજી તાલુકામાં જેતપુર ગામમાં કરૂણ ઘટના બની છે. ધોરાજી રોડ પર આવેલા જલારામ નગરમાં 5 વર્ષનું બાળક રમત રમતાં પાણીનાં ટાંકામાં પડી જતા કરૂણ મોત નિપજ્યું છે. ઘરના ફળિયામાં રહેલ પાણીના ટાંકામાં બાળક પડ્યો હતો, રમતા-રમતા ગૂમ થયાં બાદ પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતાં માતાપિતા ચોધાર આંસુએ રડ્યાં હતા. બાળક રમતા રમતા અકસ્માતે ટાંકામાં પડ્યો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App