તુર્કીનાં અજમેર શહેરમાં વિનાશકારી ભૂકંપનાં 3 દિવસ પછી 2 બાળકીઓ કાટમાળની નીચેથી જીવતી મળી આવી છે. આ બાળકીઓની ઉંમર 3 વર્ષ તેમજ 14 વર્ષ જેટલી છે. આ ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 85 કરતા વધારે થઇ ગઈ છે. રાહત તેમજ બચાવ દળને આ શહેરમાં બીજા કાટમાળમાંથી અનેક મૃતદેહ મળ્યા છે.
બચાવનારા કર્મચારીઓએ 14 વર્ષીય ઇડિલ સિરિનને 58 કલાક કાટમાળમાં રહ્યાં પછી જીવતી બહાર કાઢી લીધી. NTV મુજબ ઇડિલની 8 વર્ષીય બહેનને બચાવી શક્યા નહીં. 7 કલાક પછી રાહત તેમજ બચાવ દળને 3 વર્ષીય ઈલિફ પેરિનસેક જીવિત મળી. તેની મા, ભાઈ તેમજ બે બહેનોને અગાઉથી જ બહાર કાઢી લીધા હતા. ઈલિફ આશરે 65 કલાક કાટમાળની નીચે ફસાય ગયેલી હતી.
હાલ સુધીમાં કુલ 106 જેટલા લોકોને બચાવી લીધા છે. તુર્કીનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાનાં પ્રમુખ મેહમેટ ગુલ્લૂઓગ્લુએ જણાવ્યું કે, ‘અલ્લાહનો ખૂબ-ખૂબ આભાર. કે આપણે ઈલીફ્ને કાટમાળની નીચેથી બચાવી લીધી.’ તે દરમિયાન તે સ્થળે હાજર લોકોએ રાહત તેમજ બચાવ દળની ખુબ જ પ્રશંસા કરી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી. આ ભૂકંપમાં હાલ સુધી હજારો લોકોને ગંભીર ઈજા થઇ છે.
આ ભૂકંપની તીવ્રતાને લઈને અનેક વિવાદો પણ ચાલે છે. USGS અનુસાર ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ ઉપર 7.0 જેટલી છે તેમજ તુર્કીનાં ભૂકંપ કેન્દ્ર અનુસાર તેની તીવ્રતા 6.9 છે. આ ભૂકંપનાં લીધે એક હળવી સુનામી પણ આવી હતી જેની અસર મુજબ એક મહિલાનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle