VIDEO: નિદ્રાધીન તંત્ર ક્યારે સુધરશે? વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઇડે દરવાજો ખૂલી જતાં બાળકો પટકાયાં

Vadodara Ride Gate: વડોદરાના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના થતા ટળી હતી. હેલિકોપ્ટરની એક નાના બાળકોની રાઇડમાં (Vadodara Ride Gate) ચાલુ હતી ત્યારે અચાનક લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર સૌ કોઈએ બૂમરાડ કરીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હોવાની જાણકારી મળી છે. આ સમગ્ર બનાવને અંગે તંત્ર પણ દોડતું થયું હતું અને હાલ આ રાઈડ બંધ કરી દેવામાં આવી છે.ત્યારે આ ઘટનાના પગલે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો વડોદરામાં બોટ કાંડ થયો તો પણ વડોદરાનું તંત્ર સુધર્યું નથી.

તંત્રની બેદરકારીનો વિડીયો આવ્યો સામે
વડોદરા શહેરના માંજલપુરમાં હાલ રોયલ નામથી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. તેવામાં બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડમાં લોક ખુલી ગયું હતું. નાની હેલિકોપ્ટર વાળી રાઈડમાં બાળકો બેઠા હતા અને અચાનક આ રાઈડમાં એક હોલિકોપ્ટરનું લોકો ખુલી ગયું હતું. એક બાળકી નીચે પડતા લોકોએ બુમરાણ કરી હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને હાલ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો.

ઓપરેટર ગભરાઈને ભાગી ગયો હતો
હાલ સમગ્ર મામલે રોયલ મેળાના સંચાલક હેમરાજ મોરેએ જણાવ્યું હતું કે, બાળકો રાઈડમાં બેઠા હતા. કેટલાક બાળકો તોફાન કરતા દરવાજો ખુલી ગયો હતો. જ્યારે વાલીઓએ પણ હોબાળો કરતા ઓપરેટર ગભરાઈને ભાગી ગયો હતો. તમામ રાઈડનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

આ ઘટના ઘટી તેનું અમને દુઃખ છે તમામ મુલાકાતીઓને રિફંડ કરી દેવાયું છે. સમગ્ર રાઈડનું લાઇસન્સ પણ અમે લીધેલું છે.આ સમગ્ર ઘટનામાં રાઈડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઈડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી હોવાના આરોપ લાગ્યા છે. જે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ત્યાં હાજર મહિલાએ આપ્યું નિવેદન
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, છોકરાઓને રાઈડમાં બેસાડ્યા હતા અને આ લોકોએ એકદમ ફુલ સ્પીડ કરી દીધી હતી અને છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. દરવાજા પણ ખુલી પડ્યા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. બાળકોને થોડું ઘણું માથામાં વાગ્યું હતું. કોઈ મોટી જાનહાની નથી થઈ.