તમિલનાડુ માં આવેલા પુડુકોટ્ટાઈ (padukai, tamilnadu) જિલ્લા માંથી એક ખુબ જ દુઃખત ઘટના સામે આવી છે. એક લાચાર પિતા રડી-રડીને તેની વેદના વ્યક્ત કરી રહ્યા છે. સૈયદ અબ્દુલ હસન શાદલીનો પુત્ર શેખ અબ્દુલ્લા (Sheikh Abdullah) એમબીબીએસ (MBBS) કરવા ચીન (china) ગયો હતો. ચીનમાં તેનું મોત થયું છે. ભારતીય વિદ્યાર્થીના મોતનું કારણ વધુ એક બીમારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૈયદ 11 ડિસેમ્બરે તે ચીન ગયો હતો.
શેખ જયારે ચીન ગયો ત્યારે તેને તેના પિતાના આંસુ લૂછતાં કહ્યું હતું કે, ‘હું આવી ને તમારું બધું જ દેવું ચૂકવી દઈશ.’ સૈયદ અબ્દુલ ખુબજ ખુશ હતા કારણ કે, દીકરો ડોક્ટર બનવાનો હતો. સૈયદએ દીકરાને ચીન અભ્યાસ અર્થે મોકલવા માટે જમીન અને મકાન વેચી દીધું હતું અને ભાડાના મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા. ચીનની ક્વિહાર મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.
પણ અચાનક નવા વર્ષના પહેલા જ દિવસે પરિવારને આઘાતના સમાચાર મળ્યા હતા. શેખની કોલેજના લોકોએ ઘરે ફોન કરીને જણાવ્યું કે, તમારા પુત્રનું અવસાન થયું છે. તેનો મૃતદેહ આપવા માટે કોલેજવાળા 25 લાખ રૂપિયા માંગે છે. કહે છે કે, જો તમે 25 લાખ રૂપિયા આપશો, તો જ તમારા દીકરાનો મૃતદેહ પરત આપીશું.
શેખના પિતા રડીને કઈ રહ્યા છે કે, ‘એક ગરીબ માણસ, જેનું ઘર વેચાઈ ગયું છે અને દેવામાં ડૂબેલા હોય, તે આટલા બધા પૈસા ક્યાંથી કાઢી શકે?’ સૈયદ બધાની સામે હાથ જોડીને થઇ ગયા છે. તે કહે છે કે, મારા પુત્રનો ચહેરો છેલ્લી વાર મને જોવો છે અને તેના અંતિમ સંસ્કાર કરવા છે. પરંતુ કોઈ મારી વાત સાંભળશે નહીં…
પરિવારે વિદેશ મંત્રાલય અને ભારત સરકારને વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં મદદ કરવા વિનંતી કરી છે. જેથી તેઓ તેમના અંતિમ સંસ્કાર કરી શકે. ચીનમાં બીમારીના કારણે અબ્દુલ્લા શેખએ જીવ ગુમાવ્યો છે. અબ્દુલ્લા શેખના મૃત્યુના એક દિવસ પહેલા, પિતાએ તેમના પુત્રને બચાવવા માટે તામિલનાડુ સરકારના પુડુકોટ્ટાઈના જિલ્લા મેજિસ્ટ્રેટને એક અપીલ કરી હતી. મેડિકલ સ્ટુડન્ટ ચીનમાં ગંભીર રીતે બીમાર હોવાની માહિતી મળતાં અબ્દુલ્લાના પિતાએ જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકારને પુત્રને ચીનથી સ્વદેશ પરત લાવવા વિનંતી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.