ફરી એક વાર કોરોના(Corona)એ હાહાકાર મચાવી દીધો છે. ધીમે ધીમે કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ચીન(China)માં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે કેટલીક જગ્યાઓ ફરીથી લોકડાઉન હેઠળ છે, લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને નવી મુસાફરી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. હાલમાં, ઓમીક્રોન(Omicron)ના બે નવા સબ વેરિઅન્ટ ચીનમાં સામે આવ્યા છે – BF.7 અને BA.5.1.7. આ બે સબ વેરિઅન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.
ડેટા અનુસાર, ચીનમાં 10 ઓક્ટોબરે કોરોનાના 2,089 કેસ નોંધાયા હતા, જે 20 ઓગસ્ટ પછીનો સૌથી મોટો આંકડો હતો. તે જ સમયે, BF.7 ના કારણે ચીનના શેનઝેનમાં વધુ કેસ નોંધાયા છે. ત્યાં પણ કેસ ત્રણ ગણા વધી ગયા છે. પરિસ્થિતિને જોતા હવે જે પણ શેનઝેન આવશે તેના ત્રણ દિવસમાં ત્રણ અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવશે. શેનઝેનમાં પરિસ્થિતિ એટલી ચિંતાજનક બની ગઈ છે કે અધિકારીઓ ઝડપથી શાળાઓ બંધ કરી રહ્યા છે, મનોરંજનના સ્થળોને તાળા મારી રહ્યા છે.
હવે ચીનમાં કોરોનાના અચાનક વધી રહેલા કેસ માટે ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ચીનમાં અઠવાડિયા સુધી ચાલતા રાષ્ટ્રીય દિવસને કારણે ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. એટલા માટે કોરોનાનો ફેલાવો પણ ઘણા વિસ્તારોમાં પહોંચી ગયો છે. હવે સવાલ એ થાય છે કે શું કોરોનાના આ નવા તમામ પ્રકારો ખતરનાક છે? શું તેમનાથી ડરવાની જરૂર છે?
આ અંગે ડૉ. રાજીવ જયદેવન કહે છે કે, ઓમિક્રોનના તમામ પ્રકારોને કારણે ઘણી જગ્યાએ કોરોનાની નવી લહેર જોવા મળી રહ્યા છે. આ કારણે યુકે અને જર્મનીમાં પણ કેસ વધવા લાગ્યા છે. આ વેરિયન્ટ્સ વિશે જે માહિતી મળી રહી છે તે મુજબ, તેઓ રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. હજી સુધી એવા કોઈ સંકેતો નથી કે આ સબવેરિયન્ટ વધુ ગંભીર લક્ષણોનું કારણ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.