AAPના રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ‘દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે’

ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘AAP’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) અત્યારે ગુજરાતના પ્રવાસે છે. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો હતો.…

ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘AAP’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) અત્યારે ગુજરાતના પ્રવાસે છે. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવજી ચઢ્ઢાએ કેશોદમાં પણ વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કેશોદમાં વિશાળ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગુજરાતનાં યુવાનો પાસે આ એક સોનેરી તક છે જેમાં અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ, આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિ વાળી સરકાર બનાવી શકે. એક જ પાર્ટીની થાકી ગયેલી સરકારને જોઇ જોઇને ગુજરાતનો યુવાન થાકી ગયા છે, એક જ રંગનું શર્ટ 27 વર્ષ પહેરીને સૌ થાકી જાય છે કંટાળી જાય છે અહીં તો થાકી ગયેલી અહંકારી સરકાર છે. આ વખતે પરિવર્તન માટે કોઇ ભાજપનાં સમર્થકો હોય, કોંગ્રેસનાં સમર્થકો હોય, અન્ય પાર્ટીનાં સમર્થકો હોય સૌ પરિવર્તનની છત્રી નીચે આવી જાવ અને ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને જીત અપાવો. જ્યારથી ગુજરાતની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં 35 વર્ષ કોંગ્રેસની સરકાર અને 27 વર્ષ ભાજપની સરકાર રહી. એટલે કે 35 વર્ષ કોંગ્રેસ અને 27 વર્ષ ભાજપની સરકાર રહી તો પણ તમારા માટે કોઈ સારું કર્યું નથી. આ વખતે કેજરીવાલજીને એક મોકો આપીને જુઓ, એક મોકો આમ આદમી પાર્ટીને આપીને જુઓ.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે વીજળી, પાણી, યુવાઓનાં રોજગાર, મહિલાઓ, ખેડૂતો વગેરે માટે સારા કામો કરવામાં આવશે. એક વાર અરવિંદ કેજરીવાલનાં મોડલ ઓફ ગવર્નન્સની લત લાગી જશે તો વારંવાર ઈમાનદાર સરકાર બનાવશો.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી યોજાઇ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને ઉખાડી ફેંકીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. એનાં પછી દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. પંજાબમાં પણ લોકોએ 50 વર્ષથી ચાલતી પાર્ટીને બાજુ પર મૂકીને ‘આપ’ની સરકાર બનાવી. દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. ગુજરાતનાં યુવાનોએ પણ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિને સમજીને ઝાડુને વોટ આપશે.

ગુજરાતમાં રોજગાર ગેરંટી રુપે અમે કાયમી નોકરી આપીશું, એ સાથે અમે આર્થિક મદદ રુપે નોકરી મળે નહીં ત્યાં સુધી 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપીશું. આ લોકો કહે છે કે યુવાનોને 3000 રુપિયા આપશો તો સરકારની તિજોરી ખાલી થઇ જશે અને રેવડી કલ્ચર આવી જશે. આજે બજારમાં બે પ્રકારની રેવડી છે. જેમાં એક તરફ કેજરીવાલની રેવડી છે અને ભાજપની રેવડી છે. આ બંને રેવડીઓમાં ભાજપની રેવડીમાં મંત્રીઓ, સાંસદો, નેતાઓને બધું મફત મળે છે. કેજરીવાલની રેવડીમાં ગરીબ પરીવારોને મફત વીજળી મળે છે.

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે પદયાત્રા માટે કેશોદ જિલ્લામાં પહોંચ્યા છે. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કેશોદના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. રાઘવ ચઢ્ઢાએ કેશોદવાસીઓને જણાવ્યું હતું કે, ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવ્યું છે પણ અરવિંદ કેજરીવાલ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે. ‘આપ’ દ્વારા આયોજિત પદયાત્રામાં મોટી સંખ્યામાં કેશોદના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. રાઘવ ચઢ્ઢાની સાથે સ્થાનિક લોકોએ ભાગ લઇને બતાવ્યું કે તેઓ આમ આદમી પાર્ટીની સાથે છે.

આમ આદમી પાર્ટીએ પહેલાં પણ ગુજરાતની જનતાની સમસ્યાઓનો અવાજ બનવા માટે ‘પરિવર્તન યાત્રા’ અને ‘તિરંગા યાત્રા’ જેવી અનેક યાત્રાઓનું આયોજન કર્યું છે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ પણ કરી છે. દર વખતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતાનો ઘણો પ્રેમ અને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. હવે એ નક્કી છે કે આવનારી 2022ની ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તનનું કારણ બનશે. આમ આદમી પાર્ટી હંમેશા જનતા માટે કામ કરતી આવી છે અને કરતી રહેશે. અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલી ગેરંટી સમયસર આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પૂરી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *