ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દગાખોર ચીન પાકિસ્તાનમાં બનાવી રહ્યું છે ભવ્ય એરપોર્ટ- જે ગુજરાતથી માત્ર આટલા કિમી જ દુર…

દગાખોર ચીને ફરી એકવાર લુચ્ચાઈનું મોટાપાયે પ્રદર્શન કરી બતાવ્યું છે. હિમાલયના પહાડ પર એરબેઝ ન હોવાને લીધે તે ભારતની સરખામણીએ થોડું નબળું પડ્યું છે.પરંતુ પશ્ચિમ સરહદ પર ચીને પાકિસ્તાન સાથે મળીને પોતાની શક્તિમાં વધારો કરી રહ્યું છે.જ્યાંથી ચીનના મીડ એર રિફ્યુલર IL 78 સહિત ઘણાં ફાઈટર વિમાન જોવાં મળી રહ્યા છે.ગુજરાત સરહદની પાસે પાકિસ્તાનના એરબેઝ પર ચીનનું સૈન્ય રાતોરાત જ સક્રિય થવાના રિપોર્ટ ગુપ્તચર એજન્સીને મળ્યા હતા.

જ્યાંથી ચીને યુદ્ધ માટે વિમાન ખડકી દીધા છે,એ જગ્યા ગુજરાતના ભૂજથી માત્ર 20 કિમી જ દૂર છે.ગયાં વર્ષે જ ચીને ડિસેમ્બર માસમાં અરબી સમુદ્રમાં પાકિસ્તાનમાં નેવી સાથે એક સંયુક્ત યુદ્ધ અભ્યાસ કર્યો હતો.હવેથી તે ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય થયું છે.સમુદ્રી સરહદ પર ગુજરાત સાથેની આર્થિક ગતિવિધિ વધુ હોવાથી હવે ચીનની તીરછી નજર આ બાજુ છે.જવાહર શાહ,શામગઢ,બિલાલી ઘાટ અને હારૂ સિવાય ઘણાં છેલ્લા 20 વર્ષથી ગુજરાતના ક્રિક વિસ્તાર સાથેની બોર્ડર સુઈ ગેસ ફિલ્ડમાં ચીનની કંપનીઓ સક્રિય રહી છે.ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને વધુ જોડાવવા માટે પશ્ચિમી બોર્ડર પર તેલ અને ગેસની શોધ સાથે ગ્વાદર પોર્ટ તરફ ચીને એરબેઝ તૈયાર કર્યા છે.

જેમાંથી ખેરપુર જિલ્લાના કાદનવાલી એરબેઝનો પણ તેમાં સમાવેશ થાય છે.ગુજરાતની ભૂજ બોર્ડર એની સામે જ છે. ત્યારે પાકિસ્તાનના ખોખરાપાર,હૈદરાબાદ અને મીઠી ક્ષેત્રવાળા 4 સ્થળ પર ચીને ખાનગી એરબેઝ પણ તૈયાર કર્યા છે.ચીનના મોટા-મોટા અધિકારીઓ અને ઈજનેરની ટીમે જ આ કમઠાણ ઊભું કર્યું છે.આ બધાં જ એરબેઝ છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ઑપરેશનમાં રહેલાં છે.

આ બધાં જ બેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 25-30 કિમી જ દૂર છે.પાકિસ્તાનના જકોકાબાદ,ક્વેટા,રાવલપિંડી, સરગોડા,પેશાવર,મેનનવાલી અને રિશાલપુરના એરફોર્સ કેમ્પનું પણ ચીને આધુનિકીકરણ કરાવ્યું છે.પશ્ચિમી બોર્ડરથી નજીક પાકિસ્તાનમાં જે નવું આંતરમાળખું તૈયાર થયું છે,એ ચીન બનાવી રહ્યું છે.બોર્ડર ચોકી,વૉચ ટાવર તથા 500થી પણ વધુ બંકર પણ ચીને તૈયાર કર્યા છે.આ બંકરનું મેઈન્ટેનન્સ પાકિસ્તાન તરફથી અપાઈ રહ્યું છે.પરંતુ આ સૈન્ય મોરચે ચીને પાકિસ્તાન સાથે હાથ મિલાવી લીધા છે.

ચીને પાકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં લાઈટ ન હોવાને લીધે સોલાર લાઈટ્સ,સીસીટીવી અને ડ્રોન જેવા આધુનિક ઉપકરણ પણ આપ્યા છે.બીજી બાજુ પાકિસ્તાન સૈન્યનો કેટલોક પાવર પણ ચીનના હાથમાં છે.આ વાતાવરણ વચ્ચે એવું કહી શકાય છે કે,પશ્ચિમી સરહદે આ જોખમ મોટું છે. લગભગ 2 દાયકાથી ચીનની કંપનીઓ ગુજરાતની સરહદનાં નજીકના વિસ્તારમાંથી તેલ,ગેસ અને કોલસાની શોધ કરી રહ્યાં છે.35થી પણ વધુ કંપનીના 30,000 થી પણ વધુ ઈજનેર તથા નિષ્ણાંતો અહીંયા સક્રિય છે.

બોર્ડરની પાસે આવેલા ઈસ્લામકોટ,મીર,સાંગદ,થરપારકર,બદીન,શાહગઢ,બલ્જ,ઘોટારૂ જેવા વિસ્તારમાંથી તેલ,ગેસ અને કોલસાનાં ઉત્પાદનની પણ શરૂઆત થઈ ચૂકી છે.પાકિસ્તાનનાં 75 ટેન્ક અને 65 % એરક્રાફ્ટ ચીનમાં તૈયાર થઈ રહ્યાં છે.ચીનમાંથી હથિયાર ખરીદવામાં પાકિસ્તાન પહેલાં ક્રમે રહ્યું છે.આ છેલ્લા 5 વર્ષોનો હથિયાર ખરીદવાંનો રેકોર્ડ છે.મિસાઈલ,કારાકોરમ અવાક્સ વિમાન,એડવાન્સ ટ્રેનિંગ ક્રાફ્ટ અને ડિફેન્સ સિસ્ટમને લીધે સ્પેસ ટેકનોલોજી સુધીનું બધું જ ચીનના આશીર્વાદથી મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: