છેલ્લા એક વર્ષથી વધુના સમયથી કપટી ચીન લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર નાપાક હરકત બાજ આવી રહ્યું નથી. હવે ચીન સિક્કિમ, પૂર્વ લદ્દાખની પાસે સૈનિકો માટે ઈમારતનું નિર્માણ કરી રહ્યું છે. તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, લાંબા સમય સુધી ચીન LAC પર ભારતીય ક્ષેત્રો પાસે રહેવાની તૈયારીઓ કરી રહ્યું છે.
પોતાના સૈનિકો માટે ચીને સ્થાયી કોંક્રિટની ઈમારતોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય એજન્સીઓએ સીમાતટીય ક્ષેત્રો પાસે સ્થાયી કોંક્રિટની ઈમારતોની સાથે નવા સૈન્ય શિબિરો પણ નજરે આવી છે. તેનાથી સાબિત થાય છે કે, પાછળ હટવાના મૂડમાં કપટી ચીન નથી.
સરકારીની માહિતી મુજબ, આવીજ એક સૈન્ય શિબિર ઉત્તરી સિક્કિમના નાકુલા વિસ્તારથી થોડાક જ અંતર દૂર જોવા મળી છે. મળતી માહિતી મુજબ, ઈમારતો પૂર્વી લદ્દાખની સાથે સાથે અરૂણાચલ પ્રેદશમાં ભારતીય ક્ષેત્રોની ઘણી નજીકના ક્ષેત્રોમાં બનાવવામાં આવી છે.
ચીને સેના માટે કોંક્રિટની ઈમારતોની સાથે સાથે માર્ગોના ઈન્ફાસ્ટ્રક્ચરને છેલ્લા ઘણા સમયની અંદર હાઈટેક કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ સ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બોર્ડર ક્ષેત્રોના વિસ્તારોમાં બનાવવામાં કોઈપણ સ્થિતિ પર જવાબ આપવાની ચીની ક્ષમતામાં હવે ઘણો સુધારો આવ્યો છે. તેનાથી એ સ્પષ્ટ છે કે, ચીન LAC પર પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે.
ભારતીય એજન્સીઓ આ ચીનની તમામ નાપાક ચાલો પર નજર રાખી રહી છે. આ તમામ ઘટનાક્રમોઓના અનુરૂપ આકલન કરવામાં આવી રહ્યું છે. LAC પર ગત વર્ષના એપ્રિલ મહિનાથી ભારત અને ચીન વચ્ચે સૈન્ય ઘર્ષણ યથાવત રહ્યું છે. ઘણી વખત બન્ને પક્ષોના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ પણ થઈ ગઈ છે. ભારત અને ચીન વચ્ચે ઘણા રાઉન્ડ઼ની વાતચીતો પણ થઈ હતી. પરંતુ હજુ પણ આ ઘર્ષણ યથાવત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.