ભારત-ચીન બોર્ડર પરથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારનીત સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે ચીને પૂર્વ લદ્દાખમાંથી LAC પરથી પોતાના કુલ 10,000 જવાનોને હટાવી દેવામાં આવ્યા છે. ભારતીય સીમા નજીક કુલ 200 કિમીના વિસ્તારમાંથી ચીની સૈનિકોને હટાવી લેવામાં આવ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, લદ્દાખમાં 0 થી નીચે તાપમાન જતું રહેવાને લીધે ચીન દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. અતિશય ઠંડી તથા મુશ્કેલ સ્થિતિને લીધે ચીની સૈનિકો હિંમત હારી ગયાં હોવાંથી સીમા પરથી પાછળ ચાલ્યા ગયા છે. બીજી તરફ આવી જ કઠણ સ્થિતિમાં પણ મજબૂત મનોબળ રાખીને ભારતીય સૈનિકો સરહદની સુરક્ષા કરવા માટે અડીખમ ઉભા રહ્યાં છે.
પૂર્વ લદ્દાખમાં ચીન દ્વારા અંદાજે 10,000 સૈનિકોને પરત બોલાવી દેવામાં આવ્યા છે. લદ્દાખમાં ભારતીય સીમા નજીક જ્યાં ચીની સૈનિકો તાલીમ લઈ રહ્યાં હતા, જે જગ્યા હાલમાં ખાલી કરી દેવામાં આવી છે. ગયા વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારતની સાથે તણાવ થયો હતો ત્યારે પણ ચીન દ્વારા સીમા પરથી કુલ 50,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા.
જીવલેણ ઠંડીમાં પણ અડીખમ સરહદની સુરક્ષા કરી રહ્યા છે ભારતનાં જવાન :
ભારતીય સીમાથી અંદાજે 200 કિમીના વિસ્તારથી ચીની સૈનિકોને હટાવી લેવામાં આવ્યા છે. આ સંભવતઃ હાડ થીજવી દેતી ઠંડી તથા મુશ્કેલીઓને લીધે થયું છે. જ્યાં ચીન એ જવાનોને હટાવવા માટે મજબૂર થવું પડ્યું છે. બીજી બાજુ ભારતીય જવાનો હજુ પણ સીમાની સુરક્ષા માટે ઉભા રહ્યાં છે.
શૂન્યથી પણ નીચેના તાપમાનમાં ભારતીય જવાન લદ્દાખમાં ચીનની સાથે જોડાયેલી સરહદ પર અડીખમ રીતે ઉભા રહ્યાં છે. ચીન પોતાની નાપાક હરકતને અંજામ ન આપે તેની માટે આવી જીવલેણ સ્થિતિમાં પણ ભારતીય જવાનો દેશની સીમાની સુરક્ષા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle