કોરોના મહામારી બાદ ભારત તથા ચીન વચ્ચેનાં સંબંધોમાં તિરાડ પડી છે. ચીન પોતાની અવળચંડાઈને કારણે ચર્ચામાં આવતું રહેતું હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ એશિયા ખાસ કરીને તો ભારતને અડીને બોર્ડર પર ચીન સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
ચીન દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે, તેઓ ટૂંક જ સમયમાં તિબ્બતથી નિકળતી બ્રહ્મપુત્ર નદી અથવા તો યારલુંગ જાંગબો નદીના નીચલા પ્રવાહ પર ભારતીય સીમાની પાસે એક વિશાળકાય બંધ બનાવવા માટે જઈ રહ્યું છે. આ બંધ એટલો મોટો હશે કે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે.
તે ચીનમાં બનેલા વિશ્વના સૌથી મોટા બંધ થ્રી જોર્જની તુલનામાં આ 3 ગણો મોટો હશે. ચીનના આ વિશાળ આકારના બંધથી ભારતના પૂર્વોત્તર રાજ્યો તથા બાંગ્લાદેશમાં દુષ્કાળની પરિસ્થિતી પેદા કરવામાં સક્ષમ થઈ જશે.
ભારતની ચિંતા યોગ્ય છે :
ગ્લોબલ ટાઈમ્સ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે, આ બંધ તિબ્બતના મેડોગ કાઉન્ટીમાં બનાવી શકાય છે કે, જે ભારતમાં આવેલ અરુણાચલ પ્રદેશની સીમાની નજીક છે. ચીન પહેલા જ બ્રહ્મપુત્ર નદી પર ઘણા નાના બંધ બનાવી ચૂક્યું છે. જો કે, નવા બંધનો આકાર મહાકાય થવા માટે જઈ રહ્યો છે. ચીનમાં બનાવવામાં આવેલ વિશ્વના બીજા સૌથી મોટા બંધ થ્રી જોર્જની સરખામણીએ આ 3 ગણો મોટો હશે.
બ્રહ્મપુત્રને ભારતની પૂર્વોત્તર રાજ્યો તેમજ બાંગ્લાદેશની જીવનદોરી :
અહીં ઉલ્લેખનીય છે કે, તિબ્બત સ્વાયત્ત વિસ્તારથી નીકળતી બ્રહ્મપુત્ર નદી ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના માધ્યમથી દેશની સીમામાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં આ નદીને સિયાંગ કહેવામાં આવે છે. ત્યારબાદ અસમમાં પહોંચે છે ત્યારે એને બ્રહ્મપુત્ર કહેવામાં આવે છે. અસમથી બ્રહ્મપુત્ર બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રને ભારતની પૂર્વોત્તર રાજ્યો તથા બાંગ્લાદેશની જીવનદોરી માનવામાં આવે છે તેમજ લાખો લોકોની આજીવીકા તેના પર નિર્ભર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle