જ્યાં વૈજ્ઞાનિકો આખા વિશ્વમાં કોરોનાની વેક્સિન બનાવવામાં માટે મહેનત કરી રહ્યા છે, ત્યાં જ ચાઇના ટ્રાયલ વગર 10000 દેશવાસીઓને વેક્સિન આપી દીધી છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ એ તેઓ મોટાભાગના લોકો પર વેક્સિનની અસર જોવા માંગતા હતા. જેનાથી તેમને જલ્દી ખબર પડશે કે આ વેક્સિન કેટલી અસરકારક છે. ડ્રેગનના આ નિર્ણયથી દુનિયાના ઘણા લોકોને ઝટકો લાગ્યો છે.
ડૉક્ટરનું કહેવું છે કે, ભલે ચાઇના વેક્સિનના રીઝલ્ટ જાણવા માંગે છે, પણ આ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે.
બીજી બાજુ એમ પણ કહેવામાં આવે છે કે, ટ્રાયલ વગરની વેક્સિન લગાવવાથી સંક્રમણની શક્યતાઓ વધી શકે છે. એવી પણ શક્યતા છે કે, લોકો પોતાની અંદર એન્ટીબોડી બનાવવામાં અસફળ રહે અને પછી સંક્રમિત થઈ જાય.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સિન મોટાભાગે ટ્રાયલ પછી પસંદ કરવામાં આવે છે, પણ ચાઇનાએ ટ્રાયલ વગર જ આ વેક્સિન લોકોને આપવાનું શરૂ કરી દીધું છે.
જે કંપનીની વૅક્સિન લોકોને આપવામાં આવતી હતી એ કંપની દ્વારા લોકોને ગેરકાનુની પેપર ઉપર હસ્તાક્ષર કરવાનું કહ્યું, જેથી કોઈપણ વોલેન્ટિયર કોઈ જાતની કોઈ માહિતી બહાર ન આપી શકે.
સૌથી વધારે ચિંતાની વાત તો એ છે કે ચાઇનાના લોકો પોતાની જાતને બચાવવા ટ્રાયલ વગરની વેક્સિન લગાવવાથી પણ ના પાડી શકે છે.
હાલ અત્યાર સુધી એ વસ્તુ બહાર નથી આવી કે, ચાઈનાએ કેટલા લોકોને વેક્સિન આપી છે, પણ ચાઇનાની સ્ટેટ કંપની સાયનો ફોર્મનું કહેવું છે કે, તેમને હજારોની માત્રામાં લોકોને વેક્સિન આપી દીધી છે.
તે જ વખતે બેઇજિંગની કંપની સાઈનો વેગનું કહેવું છે કે તેમને ૧૦ હજારથી વધુ લોકોને ઇન્જેક્શન આપી દીધા. અને બીજા ત્રણ હજાર કર્મચારીઓ અને તેમની પરિવારોને પણ વેક્સિન આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle