આખરે કોરોનાને જન્મ આપનાર ચાઈના જ કોરોનાને આપશે મોત, કર્યો સફળતાપૂર્વક મોટો ચમત્કાર

China will destroy Corona! Vaccine trials completed on 100 people

ચીનથી ફેલાયેલ કોરોના વાઈરસને હવે ચીન જ કાબુમાં લાવશે. ચીનમાં બનાવવામાં આવેલી કોરોના વાયરસની એક વેક્સિનને લઇને આશાઓ વધી છે. લગભગ 108 લોકો પર આ વેક્સિનનો પ્રર્યોગ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, વેક્સિન વાયરસની વિરુદ્ધ ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. ચીની વેક્સિનનાં ટ્રાયલને લઇને મેડિકલ જર્નલ The Lancetમાં રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ન્યૂયૉર્ક ટાઇમ્સમાં છપાયેલા સમચાર પ્રમાણે રિસર્ચર્સે અનેક લેબમાં વેક્સિનને લઇને સ્ટડી કરી રહ્યા છે.

ચીનની AD5 વેક્સિનને CanSino કંપનીએ તૈયાર કરી છે. આ વેક્સિનને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટી તરફથી તૈયાર કોરોના વેક્સિન અને અમેરિકી કંપની મૉડર્નાની વેક્સિનથી આગળ સમજવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં જ ચીની વેક્સિનનો હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ગયો હતો. જો કે, ચીની વેક્સિનની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી છે જેમ કે, દુ:ખાવો અને ફીવર, પરંતુ આ સાઇડ ઇફેક્ટ એક મહિનાની અંદર ખત્મ થઈ જાય છે. વેક્સિનથી કોઈ ગંભીર ખતરો પેદા નથી થયો. સ્ટડીમાં સામે આવ્યું છે કે, વેક્સિન આપ્યાનાં 28 દિવસ બાદ વ્યકતિનાં શરીરમાં ઇમ્યૂન રિસ્પોન્સ સૌથી વધારે હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે દુનિયાનાં અલગ-અલગ દેશોમાં મેડિકલ સાયન્ટિસ્ટની લગભગ 100 ટીમો વેક્સિનની શોધ કરવામાં લાગી છે. Pfizer, BioNTech અને CanSino જેવી કંપનીઓ કોરોના વેક્સિનનો હ્યૂમન ટ્રાયલ શરૂ કરી ચુકી છે.

અમેરિકાનાં સ્વાસ્થ્ય વિભાગે કહ્યું હતુ કે,ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની વેક્સિન તૈયાર કરવા માટે દવા કંપની AstraZenecaને 1.2 બિલિયન ડૉલર સુધીની રકમ આપવામાં આવશે. સોમવારનાં અમેરિકી કંપની મૉડર્નાએ કોરોના કંપનીનાં પહેલા રાઉન્ડનાં ટ્રાયલની માહિતી આપી હતી. પહેલા રાઉન્ડમાં માત્ર 8 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતુ કે, વેક્સિન સુરક્ષિત જોવા મળી રહી છે અને ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. બુધવારનાં બૉસ્ટનનાં રિસર્ચર્સે કહ્યું હતુ કે, એક વેક્સિન પ્રોટોટાઇપે વાંદરાઓને કોરોના સંક્રમિત થવાથી બચાવી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: