હવે ઘરો માંથી નીકળી જશે વીજળીના મિટર અને લાગશે…

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના કારણે અને ભારતના 20 જવાનોની શહીદી બાદ લોકોમાં ચીન પ્રત્યે ભારે રોષ ઉત્પન થયો છે. ભારતમાં રેહેલી દરેક ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે. તેના અનુસંધાનમાં પાવર કોર્પોરેશને પણ મોટું પગલું ભર્યું છે. ચાઈનીઝ ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવાના નિર્દેશની અમલવારી કરવા માટે વીજળી ઈજનેરો દ્વારા ગોરખપુરના 15 હજાર કનેક્શનો પર લાગેલા ચાઈનીઝ મીટર કાઢી નાંખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન બિલિંગ સિસ્ટમ દ્વારા મીટર નંબરથી ઉપભોક્તાના કનેક્શન અને ક્ષેત્ર ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં સ્માર્ટ મીટર પર લાગેલા પ્રતિબંધ હટતા જ ચાઈનીઝ મીટર કાઢીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. અને દરેક ચાઈનીઝ મીટર કાઢી નાખવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, પાવર કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર(MD)એ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ન કરવાનો મોટો અને દેશના હિતમાં નિર્ણય લીધો હતો. આ યોજના અને સારા વિચારને ધ્યાનમાં લઈને સ્થાનિક ઓફિસરોએ શહેરમાં વિવિધ જગ્યાએ વીજળી મીટરથી વંચિત 1.50 લાખ કનેક્શનોમાંથી 10 ટકા કનેક્શનો પર લાગેલા 15 હજાર જેટલા ચાઈનીઝ મીટરને હટાવી સ્માર્ટ મીટર લગાવવાની યોજના બનાવી હતી. જોકે, કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે તેના પર સરખી રીતે અમલ ન થઈ શક્યો. હવે સીમા વિવાદને લઈને ચીન પ્રત્યે વધતાં આક્રોશ વચ્ચે હવે ચાઈનીઝ મીટર તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈજનેરો જણાવી રહ્યા છે કે, હાલમાં સ્માર્ટ મીટર બદલવા પર પ્રતિબંધ લાગેલો છે. જેવી જ કોર્પોરેશન પાસેથી લીલી ઝંડી મળી જશે એટલે પહેલા ચરણમાં ચાઈનીઝ મીટર બદલવામાં આવશે. ત્યાં સુધી ઓનલાઇન બિલિંગ સિસ્ટમના માધ્યમથી નંબર અનુસાર ઉપભોક્તાઓનું નામ, સરનામું નોંધી લેવામાં આવશે. તેનાથી મીટર બદલવામાં સરળતા રહેશે.

સાથે-સાથે અધિકારીઓનું કહેવું છે કે, ઉપભોક્તા પણ પોતાના વિસ્તારમાં અને પોતાના ઘરોમાં લાગેલા ચાઈનીઝ મીટરની જાણકારી ક્ષેત્રના SDO, JE અને XENને આપી શકે છે. સાથો-સાથ તમને જણાવી દઈએ કે, વર્ષ 2012માં જ કોર્પોરેશને મિકેનિકલ અને ચાઈનીઝ મીટર બંધ કરી દીધા હતા. નગરીય મીટર પરીક્ષણ ખંડ અનુસાર, શહેરના વસંતપુર, તુર્કમાનપુર, જૂનું ગોરખપુર, મુફ્તીપુર, બેનીગંજ, જાફરા બજાર, ખોખા ટોલા, મિર્ઝાપુર ગોડિયાના ટોલા સહિત અન્ય શેરીઓમાં લગભગ 15 હજાર કનેક્શનો પર ચાઈનીઝ મીટરનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઉતરપ્રદેશ પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશને કોઈ ચાઈનીઝ ફર્મ સાથે કામ ન કરાવવાનો પણ નિર્ણય લીધો છે. કોર્પોરેશનના નિર્દેશક ઓપરેશન ઈ.આર.કે. સિંહે બે દિવસ પહેલા ગોરખપુર ઝોનના મુખ્ય ઈજનેરને ઈ-મેલ દ્વારા પૂછ્યું હતું કે, છેલ્લાં એક વર્ષ દરમિયાન કોઈ ચાઇનીઝ ફર્મ સાથે કોઈ એગ્રીમેન્ટ તો નથી કરવામાં આવ્યા? સાથે-સાથે એ પણ જણાવવા કહ્યું કે, પેટા કેન્દ્રોના ઓપરેશન અને મેન્ટેનન્સમાં કોઈ ચાઈનીઝ ઉપકરણનો ઉપયોગ તો નથી કરવામાં આવ્યો ને? નિર્દેશો પણ આપ્યા કે ઓપરેશન અને મેન્ટેનન્સમાં ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ મુખ્ય ઈજનેરે એ વિસ્તારમાં કામ કરનારા ફર્મને ફોન કરીને દિશા-નિર્દેશોથી અવગત કરાવ્યા હતા.

સાથે-સાથે ઈજનેરોએ જણાવ્યું હતું કે, ટ્રાન્સમિશન પેટા કેન્દ્રોમાં લાગેલા ચાઈનીઝ રિલેનો લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યા છે. તેને બદલવાની યોજના બનાવવામાં આવી રહી છે. ઝોન મુખ્યાલયે નિર્દેશકને સૂચના મોકલી છે કે છેલ્લા એક વર્ષમાં કોઈ ચાઈનીઝ વેન્ડર સાથે એગ્રીમેન્ટ કરવામાં નથી આવ્યા. ઓપરેશન અને મેન્ટેનેન્સમાં કોઈ રીતેના ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. ઈ. દેવેન્દ્ર સિહ, મુખ્ય ઈજનેર ગોરખપુર ઝોન જણાવે છે કે, કોર્પોરેશનના નિર્દેશ પર શહેરના કનેક્શનો પર બચી ગયેલા ચાઈનીઝ મીટરો બદલવાની યોજના બની છે. કોર્પોરેશને મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સ્માર્ટ મીટર મુકવાનો જેવો જ આદેશ આપવામાં આવશે, પહેલા ભાગમાં દરેક ચાઈનીઝ મીટરો બદલી નાખવામાં આવશે. આ મીટરો ઘણા સમય પહેલા બદલાઈ જવા જોઈતા હતા પરંતુ ચૂકના કારણે બદલી ન શકાયા. ઈ. પીએન ઉપાધ્યાય, મુખ્ય ઈજનેર ટ્રાન્સમિશને જણાવ્યું કે, ઉતરપ્રદેશ પાવર કોર્પોરેશનના નિર્દેશ અને મેન્ટેનન્સ કરનારા બધા ફર્મને જાણકારી આપતા તેમને કોઈ પણ ચાઈનીઝ ઉપકરણનો ઉપયોગ ન કરવા કહેવામાં આવ્યું છે. અમારા ઝોનમાં કોઈ પણ પેટા કેન્દ્રમાં કોઈ ચાઈનીઝ ઉપકરણનો ઉપયોગ નથી થઈ રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *