આઇટીઆઇના વિદ્યાર્થીને પબજી રમવાથી રોક્યો તો સવારે જોયું તો કુવામાંથી મળ્યો મૃતદેહ

Pubg ગેમના કારણે વધુ એક યુવાનનો જીવ ચાલ્યો ગયો છે. યુવકની લાશ કૂવામાંથી મળી. આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે…

Pubg ગેમના કારણે વધુ એક યુવાનનો જીવ ચાલ્યો ગયો છે. યુવકની લાશ કૂવામાંથી મળી. આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવાન રોજ Pubg ગેમ રમતો હતો, તેનાથી પરેશાન પરિવારજનોએ તેનો મોબાઇલ લઇ લીધો. તેનાથી ગુસ્સે થયેલા યુવકે કુવામાં કુદીને જીવ આપી દીધો. પોલીસે લાશને જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. તેમજ પોલીસ ઘટનાની તપાસ માં જોડાઈ ચૂકી છે.

રાત્રે રૂમમાં સુવા ગયો, સવારે…

ઘટના સિપરી બજાર(sipari bazar) પોલીસ સ્ટેશનના બેહટા(behata) ગામની છે. સીપરી બજાર(sipari bazar) પોલીસ સ્ટેશનના અંતર્ગત આવતા ગામ બેહટા(behata) નિવાસી અભય(Abhay) ખેડુત છે. અભય નો મોટો દીકરો વિકાસ(Vikas) આઈ.ટી.આઈ(ITI) નો વિદ્યાર્થી હતો. વિકાસ દર રોજ કલાકો સુધી pubg ગેમ રમતો હતો. શનિવારની સાંજે pubg ગેમ રમતા સમયે પરિવારજનોએ તેને પકડી લીધો અને તેને ખીજવવા લાગ્યા અને મોબાઇલ લઇ લીધો. પરિવારજનોના ખીજાવા અને મોબાઇલ લઇ લેવાને લીધે વિકાસ ટેન્શનમાં આવી ગયો હતો. રાત્રે પણ તેણે પરિવારજનો સાથે કોઈ વાતચીત ન કરી અને સાંજનું ભોજન કરી તે પોતાના રૂમમાં સુઈ ગયો.

કુવામાં પડેલી મળી લાશ

જાણકારી અનુસાર વિકાસ રવિવારની સવારે દરરોજની જેમ દોડવા માટે ઘરેથી નિકળ્યો હતો, પરંતુ ઘણો સમય થઈ જવા છતાં તે ઘરે પાછો ન ફર્યો. પરિવારજનો તેના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા કે તેના વચ્ચે ગ્રામજનોએ ગામના કૂવામાં વિકાસની લાશ પડી હોવાનું કહ્યું. આ વાતની ખબર પડતાં ઘટનાસ્થળ પર લોકોનો જમાવડો થઈ ગયો. ઘટનાસ્થળ પર વિકાસની રાહ જોઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ.

પોલીસ આત્મહત્યાની કરી રહી છે તપાસ

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. પોલીસ અધિકારી સંજય ગુપ્તા(Sanjay Gupta) એ ગ્રામીણોની મદદથી લાશને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે pubg ગેમ રમવા ને કારણે પરિવારજનો યુવકને ખિજાયા હતા. ત્યારબાદ તે ઘરથી ચાલ્યો ગયો હતો. અને પછી કૂવામાંથી તેની લાશ મળી. પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *