દેશભરમાં ચીની મોબાઈલ કંપની(Chinese mobile company)ઓ પર એક સાથે ઇન્કમટેક્ષ વિભાગ(Incometax department) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બુધવારે સવારે જ આ રેડ શરૂ કરવામાં આવી અને એક સાથે અનેક રાજ્યોમાં સ્થિત કંપનીઓમાં એક સાથે સપાટો બોલાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર સહિતનાં શહેરોમાં દરોડા કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી આવી રહ્યું છે.
ઈન્કમ ટેક્સ વિભાગે ચીનની મોબાઈલ કંપની ઓપ્પો ગ્રુપ(Oppo Group) અને શાઓમી ગ્રુપ(Xiaomi Group) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. વિભાગે જૂથો સાથે સંકળાયેલા ઘણા વરિષ્ઠ અધિકારીઓ, નિર્દેશકો, સીએફઓ અને અન્ય અધિકારીઓના સ્થાનો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુડગાંવ, મુંબઈના રેવાડી, દિલ્હી-એનસીઆરમાં દરોડા ચાલુ છે. થોડા સમય પહેલા યુપીના અનેક સ્થળોએ ઓપ્પો ગ્રુપના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.