બેંકના જરૂરી કામ હોય તો આજે જ પતાવી લો- આ 3 દિવસ બેંકો રહેશે બંધ

સરકારી બેંકો(Government banks)ના કર્મચારીઓ આ મહિને હડતાળ ઉતરી શકે છે. કર્મચારીઓએ 27મી જૂને હડતાળ(Strike)ની ચેતવણી આપી છે. 9 બેંક યુનિયનોના સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ કહ્યું છે કે જો સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો બેંક કર્મચારીઓ એક દિવસ માટે કામ કરવાનું બંધ કરી દેશે. જો કર્મચારીઓ હડતાળ પર જશે તો બેંકો સતત 3 દિવસ બંધ રહેશે કારણ કે 25 તારીખે મહિનાનો ચોથો શનિવાર અને 26 તારીખે રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ લાંબા સમયથી બેંકોમાં 5 દિવસનું સપ્તાહ લાગુ કરવાની માંગ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે બેંકોએ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરવું જોઈએ. આ નિયમ ખાનગી ક્ષેત્રની મોટાભાગની મોટી કંપનીઓમાં લાગુ છે. UFBUએ હવે કહ્યું છે કે જો સરકાર તેમની 5 દિવસના કામ અને પેન્શનની માંગણીઓ નહીં સ્વીકારે તો જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 27 જૂને હડતાળ પર જશે.

UFBUમાં 9 બેંક યુનિયનનો સમાવેશ:
એક અહેવાલ મુજબ, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દેશના 9 બેંક યુનિયનનું સંયુક્ત સંગઠન છે. આ સિવાય ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સે પણ હડતાળમાં જોડાવાની વાત કરી છે.

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે UFBUની બેઠક બાદ જણાવ્યું હતું કે તેમની માંગણીઓમાં તમામ પેન્શનરો માટે પેન્શન યોજનામાં સુધારા, રાષ્ટ્રીય પેન્શન યોજના નાબૂદ અને તમામ બેંક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે જો સરકાર બેંક કર્મચારીઓની માંગણીઓ નહીં સ્વીકારે તો દેશભરના લગભગ 7 લાખ બેંક કર્મચારીઓ 27 જૂને હડતાળ પર જશે.

3 દિવસ નહી થઇ શકે કામ:
જો કર્મચારી સંગઠનો હડતાળનો નિર્ણય પાછો નહીં ખેંચે તો બેંક ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. બેંક સંગઠનોએ હડતાળની અસરને વધુ અસરકારક બનાવવા માટે 27 જૂનની તારીખ પસંદ કરી છે. 27 જૂન સોમવાર છે. સપ્તાહનો ચોથો શનિવાર હોવાથી 25 જૂને બેંકો બંધ રહેશે, જ્યારે 26 જૂને રવિવાર હોવાથી બેંકો કામ કરશે નહીં. આ રીતે હડતાળના કારણે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *