સુરતના 47 વર્ષના ચિંતેશભાઇના ફેફસા 90% ડેમેજ થઇ ગયા હતા, તેમછતાં લાંબી સારવાર બાદ કોરોનાને હરાવ્યો

કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ બેગમપુરા વિસ્તારની દુધાળા શેરીમાં રહેતા 47 વર્ષીય બિઝનેસમેન ચિંતેશ કણિયાવાલાએ કિરણ હોસ્પિટલમાં કુલ 119 દિવસની સારવાર પછી કોરોનાને મ્હાત આપી છે.

હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની તબિયત બગડી રહી હતી. ડોક્ટરે પરિવારને જણાવ્યું હતું કે, સારવાર અમે કરીશું તમે મોટીવેશન આપો. ત્યારપછી પરીવારના કુલ 30 સભ્યો દરરોજ સવાર-સાંજ એકત્ર થઈને વિડિયો કોલથી તેમને હસાવવાનું શરૂ કર્યુ હતું.

સતત 2 મહિના સુધી વિડિયો કોલથી તેમને મોટીવેશન આપ્યું હતું. આની ઉપરાંત પરિવારે નક્કી કર્યુ હતું કે, એક દિવસ છોડીને એક દિવસે પરિવારનો એક સભ્ય PPE કિટ પહેરીને તેમને રૂબરૂ મળવા માટે હોસ્પિટલમાં જશે. સભ્યો કુલ 40 વખત તેમને રૂબરૂ મળવા માટે ગયા હતાં. આની માટે એક સમયે પરિવારે જથ્થાબંધ PPE કિટ પણ વસાવી લીધી હતી.

શ્વાસ લેવા બધી જ તાકાત કામે લગાડતો, પરિવારનાં મોટિવેશને જ મને જીવાડ્યો :
119 દિવસની લાંબી સારવાર બાદ સાજા થનાર ચિંતેશ કણિયાવાલાએ જણાવ્યું હતું કે, મને કોરોના થયો ત્યારે એમ હતું કે, હું 10 દિવસ બાદ તો ઘરે આવી જઈશ પણ હોસ્પિટલમાં જેમ જેમ દિવસો પસાર કરતો ગયો તેમ તેમ મને એમ લાગતું હતું કે, હવે હું ક્યારેય ઘરે જઈ શકીશ નહીં.

મારે શ્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું. શ્વાસ લેવા માટે હું તરફડી રહ્યો હતો. એકવાર શ્વાસ લેવા માટે મારી બધી તાકાત કામે લગાવી દેવી પડતી હતી તેમ છતાં હું શ્વાસ લઈ શકતો ન હતો. મને સતત મનમાં વિચાર આવતો હતો કે, હવે આ મારી જિંદગીની છેલ્લી સેકન્ડ છે.

કુલ 20 દિવસ સુધી હું હોસ્પિટલમાં બેભાન રહ્યો હતો. હોશમાં આવ્યો ત્યારે પણ મનમાં સતત એવા જ વિચારો આવતા કે, હું જીવી શકીશ કે નહીં ? પણ મારા પરિવારના મોટીવેશન તેમજ ડોક્ટરોની મદદથી હું ઘરે પહોંચી ગયો છું. કદાચ પરિવારનું મોટીવેશન મળ્યું ન હોત તો હું મૃત્યુ પામ્યો હોત. હવે ઘરે પરત આવી ગયો છું. મારું વજન કુલ 20 કિલો ઓછું થઈ ગયું છે.

PPE કિટ હોલસેલમાં ખરીદી :
પરેશ કણિયાવાલા જણાવતાં કહે છે કે, અમારા પરિવારમાં કુલ 30 સભ્યો છે. અમે વારાફરતી તેમને રૂબરૂ મળવા જવા માટેનું ટાઈમટેબલ બનાવ્યું હતું. એક દિવસ મુકીને એક દિવસ પરિવારના સભ્યો PPE કિટ પહેરીને તેમને હોસ્પિટલમાં મળવા માટે જતા હતાં.

વારાફરતી મળવા જવાનું હોવાને કારણે એક સમયે તો અમે એક સાથે હોલસેલમાં કુલ 35 PPE કિટની ખરીદી કરી લીધી હતી. તેમને મળવા જવાનું હોય ત્યારે ફક્ત પ્રેરણારૂપ વાતો કરતા હતાં. કોરોના વિશે પુછવાનું પણ નહીં. સતત 2 મહિના સુધી આ કાર્યક્રમ સતત ચાલતો રહ્યો હતો.

ચિંતેશભાઈનો જન્મદિનનાં દિવસે હોસ્પિટલમાં અમુક સભ્યો કેક લઈને ગયાં હોવાથી ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. તેમની ચિંતામાં પરિવારના મોટાભાગના સભ્યોનું 5 કિલો જેટલું વજન પણ ઓછું થઈ ગયું છે. મળવા જવાનું તેમજ વીડિયો કોલને ટ્રીટમેન્ટનો ભાગ બનાવ્યો એટલે તેમનું ઈમ્પ્રુવમેન્ટ આવ્યું છે.

કુલ 50 દિવસ સુધી 100% ઓક્સિજન આપ્યું હતું :
કિરણ હોસ્પિટલ, ચેસ્ટ તથા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટના​​​​​​ ડો.હાર્દિપ મણિઆર જણાવે છે કે, જ્યારે ચિંતેશભાઈને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના ફેફસામાં કુલ 90% સુધી કોરોના પ્રસરી ગયો હતો. ત્રીજા દિવસે તેમનું લોહી જાડું થઈ ગયું હોવાથી લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી તો યુરિનમાં લોહી આવવા માંડ્યું હતું.

એમની સારવાર દરમિયાન ઓક્સિજનની ડિમાન્ડ વધવા લાગી  હતી. સતત 50 દિવસ સુધી એમને 100% ઓક્સિજન આપવું પડ્યું હતું. 80માં દિવસે તેમને ઓક્સિજન પરથી હટાવી લેવામાં આવ્યા હતાં. ત્યારપછી કેટલીક દવા આપીને તેમની સારવાર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *