સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પ્રાઇવેટ હોસ્પિટલોએ કરવી પડશે મફત સારવાર, ખર્ચો સરકારે કરવો પડશે

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. હાલમાં ઘણા બધા લોકો હોસ્પીટલમાં દાખલ છે. જેમાંથી અમુક લોકો પાસે તો ખાવાના પણ રૂપિયા હોતા નથી.…

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. હાલમાં ઘણા બધા લોકો હોસ્પીટલમાં દાખલ છે. જેમાંથી અમુક લોકો પાસે તો ખાવાના પણ રૂપિયા હોતા નથી. તેવામાં આવા લોકો સારવાર માટે રૂપિયા ન જ હોય શકે. તે એક સામાન્ય વાત છે. જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે બુધવારે સરકારને કહ્યુ કે, જે હોસ્પિટલને મફત કે ઘણી જ ઓછી કિંમતે સરકારી જમીન આપવામાં આવી છે, તેઓ કોરોનાના દર્દીઓનો ઈલાજ નિઃશુલ્ક કે ઓછી કિંમતે કેમ ન કરી શકે? સરકારને આ મામલે એક સપ્તાહમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને કહ્યુ કે એવી ખાનગી હોસ્પિટલોની ઓળખ કરો જ્યાં કોરોનાના દર્દીઓને મફત કે રાહત દરે સારવાર મળી શકે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે સોલિસિટર જનરલ તુષાર મેહતાને પુછ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલ માટે સરકાર મફતમાં જમીન આપે છે અથવા તો ખૂબ જ સામાન્ય પૈસા લે છે. તેવામાં આ હોસ્પિટલોએ મહામારીના સમયે સંક્રમિતોનો મફતમાં સારવાર કરવી જોઇએ.

પ્રાઈવેટ હોસ્પિટલ આર્થિક શોષણ કરે છે

પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોનાની ટ્રીટમેન્ટના ખર્ચ પર લગામ લગાવવાની માંગ કરતી અરજી એડવોકેટ સચિન જૈનનું કહેવું છે કે, જે ખાનગી હોસ્પિટલો સરકારી જમીનો પર બની રહ્યાં છે અથવા તો ચેરીટેબલ સંસ્થાનની કેટેગરીમાં આવે છે, સરકારે તેમને કહેવું જોઈએ કે તેઓ કોરાનાના દર્દીઓની તો જનહિતમાં મફત અથવા તો નફા વગર સારવાર કરે.

મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે આ મામલામાં 30 એપ્રિલે કેન્દ્ર સરકારને નોટિસ ઈસ્યુ કરી જવાબ માંગ્યો હતો. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ પોલીસી મેટર છે, આ અંગે સરકારે નિર્ણય કરવાનો હતો. અમે અમારો જવાબ આપીશું. અગામી સુનાવણી 7 દિવસ પછી થશે.

અરજદારે કોર્ટને સરકારને એ નિર્દેશ આપવાની અપીલ પણ કરી છે કે ગરીબ તબક્કાના કોરોના પીડિત દર્દી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવે તો તેમનો ખર્ચ સરકાર ઉઠાવે. જે ગરીબોની પાસે કોઈ ઈન્શ્યોરન્સ કવર કે આયુષ્માન ભારત જેવી સ્કીમ નથી તેમને ફ્રીમાં સારવાર મળે. સાથે જ જે ગરીબોની પાસે ઈન્શ્યોરન્સ કવર છે પરંતુ ખર્ચ રિએમ્બર્સમેન્ટથી વધુ થાય છે તો તેની ચૂકવણી પણ સરકારે કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *