અમદાવાદ (Ahmedabad) માં પોલીસ ઓફિસરની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ શહેરમાં એક પોલીસ ઓફિસરે અનોખી પહેલ શરૂ કરી હતી. રસ્તા પર બાઈક અને કાર લઈને જતી વખતે, નિયમોનું પાલન કરનાર લોકોને ચોકલેટ આપીને તેનું અભિવાદન કરતા હતા. માસ્કના દંડ વસુલવાને બદલે માસ્કનું વિતરણ કરતા આ પોલીસ ઓફિસરના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. ખરેખર પોલીસના આવા વ્યવહારથી જનતા પણ ખુબ ખુશ છે.
સોશિયલ મીડિયામાં આ પોલીસ ઓફિસર નો વિડીયો વાયરલ થતા, લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. અને તેમની આ કામગીરી પ્રત્યે, ખુબ જ પ્રશંસા પણ કરી હતી. આ પોલીસ ઓફિસરનું નામ પ્રદીપસિંહ રતનસિંહ વાઘેલા છે. તેઓ ASI તરીકે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો માં, ASI પ્રદીપસિંહ અમદાવાદના એરપોર્ટ રોડ પર ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરતા દરેક લોકોને, ચોકલેટથી મોઢું મીઠું કરાવી અભિવાદન કરી રહ્યા હતા.
જેઓએ, ગાડી ચલાવતી વખતે માસ્ક પહેર્યુ હોય, સાથોસાથ માથે હેલ્મેટ પહેર્યું હોય તેવા લોકોને અભિવાદન પાઠવી ચોકલેટ આપી હતી. સાથોસાથ કાર ચલાવનાર જે લોકોએ સીટબેલ્ટ વ્યવસ્થિત પહેર્યો હોય તેમને પણ અભિવાદન પાઠવી ચોકલેટો વહેંચી હતી. પ્રદિપસિંહની આ અનોખી પહેલના ગુજરાતમાં ચારેતરફ વખાણ થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.