હાલ આખી દુનિયા બીજા કામ પડખે મૂકી એક જ કામ રહી છે અને એ કામ છે કે આ કોરોના મહામારી સામે કેવી રીતે લડવું અને કેવી રીતે પોતાનો જીવ બચાવવો. કોરોના મહામારી વચ્ચે વિશ્વને મોટા રાહતના સમાચાર મળ્યા છે. બે વૈજ્ઞાનિકોએ માત્ર પાંચ દિવસમાં જ કોરોનાનો ખાત્મો થશે એ અંગેનો દાવો કર્યો છે.
આજે આખા વિશ્વને ફક્ત એક જ વસ્તની તલાશ છે અને એ છે કોરોના વાયરસની દવા. કોરોના વાયરસની વેક્સિન અને દવા માટે સમગ્ર દુનિયભરમાં સંશોધનો ચાલી રહ્યાં છે. વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકો દવા અને વેક્સીનની શોધમાં કામ કરી રહ્યાં છે માટે સતત નવી જાણકારીઓ પણ સામે આવી રહી છે. હવે બે વૈજ્ઞાનિકોના અભ્યાસ બાદ માત્ર 5 જ દિવસમાં કોરોના વાયરસ નાશ પામવાનો દાવો કર્યો છે. આ બે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો ખાત્મો હવે માત્ર પાંચ દિવસમાં જ થઇ જશે.
જેરૂસલેમની યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકોએ અભ્યાસ પછી જણાવતા કહ્યું છે કે, “કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાથી કોરોના દર્દીઓનો ઇલાજ થઈ શકે છે.” જેરૂસલેમની હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર યાકોવ નહમિયાસ અને ન્યુયોર્ક ઈકાહન સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટર બેન્જામિન ટેનોવર છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. આ બંને વૈજ્ઞાનિકો કોરોનાની દવા માટે દિનરાત અભ્યાસ કરી રહ્યા હતા. લેબમાં હાથ ધરાયેલા અભ્યાસ દરમિયાન, કોલેસ્ટેરોલ ઘટાડતી દવા Fenofibrate (Tricor)થી ખૂબ જ સકારાત્મક પરિણામ મળ્યા છે. જેના કારણે કોરોનાથી ઘણી રાહત પણ થઇ છે એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે.
કોરોનાની દવા શોધવા માટે પ્રોફેસર નહમિયાસ અને ડોક્ટર ટેનોવરએ કોરોના વાયરસ દર્દીના ફેફસાંને કેવી રીતે અસર કરે છે આ ખાસ વિષય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, કોરોના વાયરસ કાર્બોહાઈડ્રેટના રૂટિન બર્નિંગને રોકી દે છે. જેના કારણે ફેફસાના કોષોમાં મોટા પ્રમાણમાં ચરબી જમા થઈ જાય છે. પ્રકાશિત અહેવાલો મુજબ, બંને વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, આ અભ્યાસથી તે સમજવામાં મદદ મળી શકે છે કે, હાઈ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલવાળા કોરોના દર્દીઓ શા માટે ઉચ્ચ જોખમ કેટેગરીમાં આવે છે.
વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસ પઅનુસાર, Fenofibrate દવાનો ઉપયોગ ફેફસાની સેલ્સ વધુ ફેટ બર્ન કરે છે. એટલે કે ફેફસાની ચામડી વધુ જાડી બનાવે છે. જેના કારણે કોરોના નબળો થઈ જાય છે અને પોતાને રિપ્રોડ્યૂસ કરવામાં અસમર્થ બને છે. લેબના અભ્યાસ દરમિયાન, વાયરસ માત્ર 5 દિવસની સારવાર પછી ગાયબ થઈ ગયો હતો. જો કોરોનાની દવાની વાત કરીએ તો વૈજ્ઞાનિકો દ્વારા થયેલો આ અભ્યાસ વિશ્વને ખુબ શાંતિ આપી શકે છે. પણ સરકાર દ્વારા આ અંગે કોઈ સકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news