કોરોનાથી હજારો લોકોને મોતને ઘાટ ઉતારનાર ચાઈના માટે લેવાયા મસમોટા નિર્ણયો- 5 વર્ષ સુધી ચીનમાં

હાલ આખું વિશ્વ કોરોના વાયરસથી છૂટવાના પ્રયત્નો કરી રહી છે, અને ત્યારબાદ દુનિયાને આવી પરીસ્થીતીમાં ધકેલનાર દેશ ચાઈના સાથે બદલો લેવા બધા દેશો રાહ જોઈ…

હાલ આખું વિશ્વ કોરોના વાયરસથી છૂટવાના પ્રયત્નો કરી રહી છે, અને ત્યારબાદ દુનિયાને આવી પરીસ્થીતીમાં ધકેલનાર દેશ ચાઈના સાથે બદલો લેવા બધા દેશો રાહ જોઈ રહ્યા છે. ચીનમાં જન્મેલા એક વાયરસે વિશ્વમાં લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ કારણે ચાઈનામાં મોટા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

ચાઈનાના જે શહેર માંથી કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો, આખરે ચાઈનાએ તે વુહાન શહેરમાં જંગલી જાનવરોને મારીને ખાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વુહાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોટિસ પ્રમાણે નવી નીતિ આગામી 5 વર્ષ સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ અનુસાર વુહાન સરકારની સત્તાવાર વેબસાઇટ પર એક નવો રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યો છે. આ અનુસાર જંગલી જાનવરોનાં ખાવા અને શિકાર કરવા પર વુહાનમાં પ્રતિબંધ લગાવવામાં આવે છે. અને જો કોઈ આ આદેશનું પાલન નહિ કરે તો ચીન સરકાર તેમના પર યોગ્ય પગલા ભરશે.

આદેશ પ્રમાણે જંગલી જાનવરો અને તેની પ્રોડક્ટ્સનાં પુરવઠાને પ્રતિબંધિત કરવામાં આવે છે, જેમાં તમામ વન્યજીવો સામેલ છે. વન્યજીવ જાનવર જે રાષ્ટ્રિય અને હુબેઈ પ્રાંતિય સંરક્ષણ યાદીમાં છે. આમાં મહત્વપૂર્ણ સંરક્ષણ અંતર્ગત કિંમતી જંગલી જનાવર અને લુપ્ત થઇ રહેલા જળચર જંગલી પ્રાણીઓ પણ સામેલ છે. આ આદેશ સાથે જ હવે વુહાનમાં શિયાળ, મગર, વરૂઓ, સાપ, ઉંદર, મોર સહિત અનેક જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે.

સાથે-સાથે કોઈપણ સંગઠન અથવા વ્યક્તિને વાઇલ્ડલાઇફ અથવા તેનાથી જોડાયેલી પ્રોડક્ટ્સનાં પ્રોડક્શન, પ્રોસેસ કરવા, ઉપયોગ અથવા કૉમર્શિયલ ઑપરેશનની પરવાનગી નહી અપાય. ચીનનાં ખાન-પાનનો મહત્વનો ભાગ ગણાતા જાનવરો પર હવે વુહાનમાં પ્રતિબંધ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે મોટી વસ્તીવાળી વુહાન શહેરમાં આ પ્રતિબંધ લગાવવો એક ખુબ મોટું પગલું છે. ઉલ્લેખનીય છે કે ચીનનાં વુહાન શહેરથી કોરોના ફેલાયો હોવાની શક્યતાઓ શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. વુહાન સ્થિત વેટ માર્કેટને ચીને વાયરસનાં પ્રસારને રોકવા માટે જાન્યુઆરીમાં જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને વન્યજીવોનાં વેપાર અને પુરવઠા પર અસ્થાઈ પ્રતિબંધ લગાવવાનાં આદેશ પહેલા જ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *