શું તમે વિશ્વના તેવા સ્થળ વિશે જાણો છો કે જ્યાં લોકો તેમના પૂર્વજોના શરીર સાથે રહે છે. આજે અમે તમને આવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં લોકો મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોને દફનાવતા નથી. પરંતુ તેમને મમીનું રૂપ આપીને ઘરમાં જ રાખે છે.
મૃતકોને પોતાની સાથે રાખવાની આ પરંપરા ઇન્ડોનેશિયાના તોરાજન સમુદાયમાં જોવા મળે છે. આ સમુદાયમાં ડેડ હાર્વેસ્ટ ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. જેમાં મૃત વ્યક્તિને બોક્સમાંથી બહાર કાઢવામાં આવે છે. પછી તેને સ્નાન કરાવીને અને ફરીથી નવા કપડા પહેરાવવામાં આવે છે તથા તેમનું પસંદીનું ખાવાનું પણ બનાવવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, જયારે તેઓ મૃત લોકોને બહાર કાઢે છે ત્યારે તેમની સજાવટ કરે છે અને તે દિવસે તેમના સંબંધીઓ અને મિત્રોને પણ બોલાવે છે. તે દિવસે સમગ્ર ગામમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. આ બધું એટલા માટે થાય છે કે, કારણ કે તે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ લાગણી અનુભવે છે. જેને લીધે તેને દફનાવતા પહેલા ઘણા વર્ષો સુધી તેમની સાથે રાખે છે.
ઇન્ડોનેશિયાના તોરાજન સંપ્રદાયના લોકોનું માનવું છે કે મૃત્યુ જીવનનો અંત નથી અને જે મૃત્યુ પામ્યો છે તે પણ જીવંત છે. આ લોકો મૃત લોકોને તેમની સાથે જ રાખે છે, પરંતુ તેમને ખોરાક પણ આપે છે. આ સંપ્રદાયમાં, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે ભેંસની બલિ આપવામાં આવે છે. ભેંસના બલિદાન અને ઉજવણી પછી મૃતદેહને ઘરે લઈ જવામાં આવે છે. આ પછી તેને અનાજ ઘર અને પછી સ્મશાનમાં લઈ જવામાં આવે છે.
ત્યારબાદ તે મૃતકોને ઘરે પાછા લાવવામાં આવે છે. તેમના માટે એક અલગથી એક ઓરડો ખાલી મૂકી રાખવામાં આવે છે. જેમાં જરૂરી કપડાં, સામાન અને પસંદગીની વસ્તુઓ રાખવામાં આવે છે. ઘણા વર્ષો સુધી મૃત વ્યક્તિના શરીરને ટકાવી રાખવા માટે તેનું શરીર ફોર્માલ્ડીહાઇડ અને પાણીના સોલ્યુશનથી સચવાય છે. ત્યારબાદ મૃતદેહને પરિવારમાં સમાવેશ કરી દેવામાં આવે છે. અહિયાં લોકો મોતને તહેવારની જેમ ઉજવે છે.
આ દિવસે તૂટેલી શબપેટીનું સમારકામ અથવા બદલી કરવામાં આવે છે. ત્યારબાદ તેમના પરિવારજનોના મૃતદેહને નિશ્ચિત કરવામાં આવેલ માર્ગે આખા ગામમાં ફરવા માટે લઈ જવામાં આવે છે. ગામની આ પરંપરાને માઈનેન કહેવામાં આવે છે. આ પરંપરા દર વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવે છે. તે મૃત શરીરની સફાઇનો એક કાર્યક્રમ માનવામાં આવે છે. પરંપરા દરમિયાન બહારના લોકોને પણ મૃત લોકોને મળવાની છૂટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.