હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર વાયરલ થતાંની સાથે લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હોય એવું જોવા મળી રહ્યું છે. પ્રખ્યાત કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), અભિનેતા તથા ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે 2:30 વાગ્યે હાર્ટ અટેક આવ્યો હતો.
તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીમાંથી બ્લોકેજ દૂર કરી દેવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં દાખલ છે. અત્યારે તેમની હાલત સ્થિર છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.
ચારેય બાજુથી પ્રાર્થનાઓનો વરસાદ રેમો ડિસોઝાને હાર્ટ અટેકના સમાચાર આવતાંની સાથે જ તેની ફટાફટ રિકવરી માટેની પ્રાર્થનાઓ થવા લાગી છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું હતુ કે, હાલ રેમો ધીરે-ધીરે રિકવર કરી રહ્યા છે તેમજ તેમની તબિયત સુધારા પર છે.
ફિલ્મોની ઉપરાંત રિયાલિટી શૉઝમાં પણ જજ તરીકે નિયમિતપણે દેખાતા રેમો ડિસોઝાએ છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂર હતાં. રેમોના નામે ડિરેક્ટર તરીકે રેસ-3, અ ફ્લાઇંગ જટ્ટ, ABCD-2 જેવી ફિલ્મો બોલે છે. તેને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મના ‘દીવાની મસ્તાની’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર 46 વર્ષીય રેમોના પરિવારમાં પત્ની લિઝેલ તથા કુલ 2 દીકરા ધ્રુવ તથા ગેબ્રિયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle