પત્નીએ પતિને છુટાછેટા ન આપ્યા તો પતિએ એવા કારસ્તાન કર્યા કે, જાણીને રુંવાડા ઉભા થઈ જશે

કેરળના તિરુવનંતપુરમમાંથી પત્નીને ઇલેક્ટ્રિક શોક આપીને હત્યા કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ પોલીસને તપાસની ગેરમાર્ગે દોરવા જણાવ્યું હતું કે, ક્રિસમસ દરમિયાન ઘરમાં ફેન્સી લાઈટો લગાવાને કારણે તેની પત્નીનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે પતિની ધરપકડ કરી છે. ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?
ખરેખર, 51 વર્ષીય શાખા કુમારી તેના 28 વર્ષીય પતિ અરુણ સાથે તિરુવનંતપુરમના કારાકોનમ વિસ્તારમાં રહેતી હતી. પરંતુ શનિવારે રાત્રે તે મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં અરુણે કહ્યું કે નાતાલને કારણે આખું ઘર ફેન્સી લાઇટથી સજ્જ હતું પરંતુ દુર્ભાગ્યવશ આ લાઇટ્સના કરંટને કારણે શાખાકુમારીનું મોત નીપજ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, અરુણ તેની પત્ની સાથે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને ત્યાં મૃત જાહેર કર્યો હતો.

કેવી રીતે બહાર આવ્યું
જોકે, પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે તેને ઘરમાં કેટલાક લોહીના ડાઘ જોવા મળ્યાં, જેના કારણે ટીમને શાખાકુમારીના મોત મામલે શંકા ગઈ. તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ. તેમ જાણવા મળ્યું કે, આ દંપતીનાં લગ્ન થોડા મહિના પહેલા જ થયાં હતાં અને શરૂઆતથી જ તેમનાં વૈવાહિક વિવાદો થયાં હતાં.

છૂટાછેડા અંગે ઝઘડો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે અરુણ સતત છૂટાછેડા લેવાની માંગ કરી રહ્યો હતો, ત્યારે શાખા આનો ઇનકાર કરી રહી હતી. તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે, અરુણ તેની પત્નીની સંપત્તિ પડાવી લેવા માંગતો હતો આ માટે તેણે પહેલા પણ એક વખત તેની પત્નીને ઇલેક્ટ્રિક શોક આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પછી તે તેના ઇરાદામાં સફળ રહ્યો ન હતો.

પોલીસ સમક્ષ આપી હતી કબૂલાત 
પોલીસે અરુણની સખત પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે, મેં તે જ હતો જેણે મારી પત્નીને ઇલેક્ટ્રિક શોકથી મારી હતી. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *