વિદેશ મંત્રાલય તમાશો જુએ છે અને તાલીબાનના સંપર્કમાં આવી રહ્યું છે અમેરિકા- જાણો કોણે કરી છુપી રીતે મહત્વની બેઠક

તાલીબાનને લઈ એક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન  જણાવે છે કે, તેમના સૈનિકો 31 ઓગસ્ટ પછી પણ કાબુલમાં રોકાઈ શકે છે. તાલિબાન દ્વારા અમેરિકાને તેના માઠા પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.

આ પરીસ્થિતિમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા વિલિયમ બર્ન્સ એક ગુપ્ત અભિયાન અંતર્ગત અચાનક કાબુલ પહોંચી ગયા છે તેમજ અહીં તેઓ તાલિબાનના મુખ્ય નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદરની સાથે મુલાકાત કરી છે. આ બેઠકનો ખુલાસો અમેરિકના ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારે કર્યી છે. જો કે, અમેરિકાના વિદેશ મંત્રાલય કે વ્હાઈટ હાઉસ દ્વારા આ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.

બર્ન્સ શા માટે ગયા?
બર્ન્સ સોમવારની સવારમાં અચાનક જ કાબુલ પહોંચી ગયા હતા તેમજ ત્યાં તાબિલાની નેતા બરાદરની સાથે મુલાકાત કરવામાં આવી હતી. કાબુલમાં તાલિબાનના કબજા કર્યા પછી કોઈપણ ટોચના અમેરિકી રાજદ્વારીની આતંકવાદી સંગઠનના ટોચના નેતાની સાથે આ સૌપ્રથમવાર મુલાકાત થઈ છે.

અમેરિકાના અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ મુલાકાતની પુષ્ટિ કરી છે. અધિકારીઓના મત પ્રમાણે આ ખૂબ સંવેદનશીલ બાબત છે. બર્ન્સ અમેરિકાની ગુપ્તચર તથા સૈન્ય બાબતના ટોચના તથા સિનિયર એક્સપર્ટ હોવાની ઉપરાંત તેઓ ઉત્તમ રાજદ્વારી પણ છે.

આ મુદ્દે કોઈ જ નિવેદન નહીં:
CIA વ્હાઈટ હાઉસ અને વિદેશ મંત્રાલય આ મુદ્દે ચુપ છે. હજુ 2 દિવસ પહેલા વ્હાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ત્યાના પ્રવક્તાને પૂછયુ હતું કે, અફઘાનિસ્તાનમાં પરીસ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતાં ત્યાં અમેરિકાના કોઈ રાજદ્વારી શા માટે જતા નથી. આ પ્રશ્નનો કોઈ ઉત્તર આપ્યો નહીં. બાઈડને કાબુલથી લોકોને એરલિફ્ટ કરવાના અભિયાનને ખૂબ જ પડકારજનક લાગ્યું હતું.

અમેરિકાના સહયોગી તથા નાટો દેશના દબાણ કરી રહ્યા છે કે, અમેરિકાના સૈનિક 31 ઓગસ્ટ પછી થોડા દિવસ સુધી કાબુલમાં રહેશે કે, જેથી તેઓ પોતાના નાગરિકો તથા સહાયક અફઘાનોને પાછા લાવી શકે. બીજી તરફ, તાલિબાન ધમકી આપે છે કે, જો અમેરિકાના સૈનિક 31 ઓગસ્ટ પછી પણ કાબુલમાંથી ન નિકળે તો માઠી પરિણામ આવી શકે છે.

બર્ન્સ અને બરાદરની જૂની ઓળખ:
મુલ્લા બરાદર તથા બર્ન્સ એકબીજા માટે નવા નથી. હકીકતમાં 11 વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ બરાદરને પોતાના વિસ્તારમાં ધરપકડ કરીને અમેરિકાને સોંપી દેવામાં આવ્યો ત્યારે બર્ન્સ પણ આ મિશનનો ભાગ હતા. બરાદરને સતત 8 વર્ષ સુધી કેદ રખાયો હતો.

વર્ષ 2018માં તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. કતાર તથા દોહામાં અમેરિકાની સાથે વાતચીત કર્યા પછી બરાદર અને બર્ન્સ બન્નેનો સમાવેશ થતો હતો. બરાદર સોવિયત સેના સામે પણ લડી ચુક્યો છે. બર્ન્સ રશિયામાં અમેરિકાના રાજદૂત રહી ચુક્યા છે. એપ્રિલ માસમાં પણ તેઓ એક ગુપ્ત મુલાકાત પર કાબુલ પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *