સુરતના વરાછા પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરત આરપીએફને(રેલ્વે પોલીસ) માહિતી મળી કે 1 સપ્ટેમ્બરના રોજ બિહારના આરા રેલવે સ્ટેશને 12 પેસેન્જર એવા મળ્યા કે, જેઓ અમદાવાદ-મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં ત્યાંથી ગુજરાત આવવાના હતા. ખરેખર તેમની ઉમર ઓછી હોવા છતા તેમના નામે સિનિયર સિટિઝન ક્વોટામાંથી ટીકિટ લીધી હતી.
તેમાં 12 પૈકી 6 લોકો સંદીપ મુખિયા (26 વર્ષ), ચીંટુકુમાર (22 વર્ષ), મોહમદ સાકિન(20 વર્ષ)સંજીવકુમાર (29 વર્ષ),મનોજ યાદવ(30 વર્ષ) અને વિનોદ મુખિયાએ સુરતના યુઝર આઈડીથી ટીકિટ બનાવી હતી.
જે યુઝર આઈડીથી ટિકીટ બની છે તે એજન્સી ભાવેશ નરસિંહ વાડોદરિયાની છે. સરથાણા રોયલ આર્કેડમાં તપાસ કરતા ભાવેશનો ભાઈ અંકિત મળી આવ્યો હતો. અંકિતે પોલીસને જણાવ્યું કે, ટિકિટો તેની એજન્સીના આઈડીથી વિક્રમ જારૂ રાઠોડે તેની એલ.એચ રોડ પર આવેલ ઓફિસમાં બનાવી હતી.
પોલીસે તપાસ કરતાં ત્યાંથી બીજી 32 આવી ટિકીટો મળી આવી હતી. આરપીએફ સબ ઇન્સ્પેક્ટર કિરણસિંહ હઠિલાએ વરાછા પોલીસમાં ભાવેશ,અંકિત અને વિક્રમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને તેની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews