સરકારને લગાવેલી ફટકાર બાદ જજની બદલી વાળી વાત એકદમ પાયાવિહોણી- દર અઠવાડિયે થાય છે આ પ્રોસેસ

આજે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં ન્યુઝ ચેનલો એ કોરોના બાબતે સુનાવણી કરી રહેલા જજની બદલીને ટીખળખોર લોકો સરકારે કેસમાં વધુ ફટકાર…

આજે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં ન્યુઝ ચેનલો એ કોરોના બાબતે સુનાવણી કરી રહેલા જજની બદલીને ટીખળખોર લોકો સરકારે કેસમાં વધુ ફટકાર ન પડે તે હેતુ થી બદલી કરી તે વાત સાથે જોડી રહ્યા છે.

આ બાબતે Trishul Newsએ જયારે એક સીનીયર વકીલ કીર્તિ ગજેરા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “આ કોઈ બદલી નથી કરી, પણ જજ નો ચાર્જ દર વીક એન્ડ માં બદલાઈ જાય છે અને મિડિયા ની ભૂલ થઈ હોય કોઈ પોસ્ટ વાયરલ કરશો નહીં.”

ઉલ્લેખનીય છે કે, કોરોના કેસની સુનાવણી કરનાર ગુજરાત હાઇકોર્ટના જજ જે બી પારડીવાળા અને આઈ જે વોરાની અલગ બેન્ચમાં બદલી કરવામાં આવી છે. હવે આગામી સુનાવણી મુખ્ય ન્યાયાધીશ કરશે તેવી માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોરોનાના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓ મોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુ ને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના ૭૦ ટકા જેટલા લોકો કોરોના પોઝિટિવ નીકળશે .જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટીંગ રોકવાનું પગલું હિતાવહ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *