અનુચ્છેદ 370, અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ બાદ સરકારે જે રીતે નાગરિકતા સંશોધન બિલને લઇને આગળ વધી છે તેણે રાજનીતિક તોફાન ઊભું કર્યું. વિપક્ષના વિરોધ છતાં નાગરિકતા સંશોધન બિલ ને સંસદના બન્ને સદનમાં પાસ કરાવી દીધું છે, પરંતુ હવે આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. કોંગ્રેસ પણ સંસદમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ બિલ સંવિધાનનો ઉલ્લંઘન છે અને અદાલતમાં નહીં ટકે.
એવામાં શું નાગરિકતા સંશોધન બિલ કાયદાકીય મામલે ટકી શકશે? શું તે સંવિધાન નું ઉલ્લંઘન કરે છે? આવા ઘણા સવાલો પર કાયદાકીય એક્સપર્ટનું શું માનવું છે તે જાણો અહીંયા…
લો કમિશન અને નીતિ આયોગના પુર્વ મેમ્બર પ્રોફેસર મુલચંદ શર્માનું આ બિલને લઇને કહેવું છે કે, ‘જો આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાસ્કરે તેના બદલે સુપ્રીમ કોર્ટના હવાલે કરી દેવામાં આવે તો સારું રહેશે. ધર્મના આધારે નાગરિકતા ની ચર્ચા 1950, 1971માં થઈ હતી પરંતુ સંસદે તેને નકારી નાખી હતી . આજે આપણે શું કરી રહ્યા છીએ, આ ધર્મ આધારિત વર્ગીકરણ છે’
પ્રોફેસર શર્માએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે પોતાના ઘણાં જજમેન્ટ માં કહ્યું છે કે રાઇટ ટુ ડિગ્નિટિ એક ફંડામેન્ટલ રાઈટ છે. નૈતિક મૂલ્યોને પહેલા પણ પરિભાષિત કરવામાં આવ્યો છે, પરંતુ તમે તેને છીનવી રહ્યા છો.’
સંવિધાનના ઘણા નિયમોનું ઉલ્લંઘન
પૂર્વ લોકસભા સેક્રેટરી અને કાયદાના જાણકાર પીડીટી આચાર્યએ આ કાયદા ઉપર ઘણા સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું, ‘જેવું બીલ અત્યારે દેખાઈ રહ્યું છે તે ફક્ત આર્ટીકલ 14 નહીં પરંતુ આર્ટીકલ 5 આર્ટિકલ, આર્ટીકલ 11નું પણ ઉલ્લંઘન કરે છે જે નાગરિકતા ના અધિકારને પરિભાષિત કરે છે.
સુપ્રીમ કોર્ટ ની નજર થી પસાર થવું પડશે
દેશના પૂર્વ ચીફ જસ્ટિસ કે જી બાલકૃષ્ણન એ આ બિલને લઇને કહ્યું કે જે રીતે ધર્મના આધારે લોકોને સરકાર સ્વીકારી રહી છે તે ખૂબ દિલ દુઃખાવા જેવું છે. પરંતુ કાયદાકીય અને ઝેરથી આના ઉપર ચર્ચા થઇ શકે છે. આ બિલને સુપ્રીમ કોર્ટમાં થઈને પસાર થવું પડશે, કારણકે નાગરિકતા ને લઈને ઘણા પ્રકારના નિયમો હોય છે જેનું પાલન થવું જરૂરી છે.
પૂર્વ સોલિસિટર જનરલ મોહન પરાસરણ એ આ બિલની આલોચના કરી છે અને તેને અસંવૈધાનિક ઠરાવ્યું છે . શ્રી મોહનને કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે, આ મનમાની છે જેને કાયદા સાથે કંઈ લાગતું વળગતું નથી.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં ત્રિપુરા પીપલ્સ ફ્રન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી યાચિકા ની આગેવાની કરનાર વકીલ મનીષ ગોસ્વામીએ કહ્યું કે આ બિલ ધર્મ આધારે લાવવામાં આવ્યું છે જે સીધી રીતે સંવિધાન નું ઉલ્લંઘન છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.