આજકાલ દેહ વ્યાપારના ધંધા સતત સામે આવી રહ્યા છે. યુવતીઓને બહારથી જબરદસ્તી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોય છે. આ દરમિયાન વાપીની દલાલ મહિલા દ્વારા મહારાષ્ટ્રના વિરારથી ગરજાઉ મહિલાને વલસાડ ખાતે લાવીને દેહવિક્રય કરાવવાનો વેપલો વલસાડ સીટી પોલીસ દ્વારા ઉઘાડો પાડવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ દ્વારા અબ્રામા-ધરમપુર રોડ પર સ્થિત અબ્રામા એસ.ટી. વર્કશોપની સામે આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડમી ગ્રાહક મોકલાવીને દલાલ મહિલા, તેનો રીક્ષાચાલક સાથી તથા બે ગ્રાહકોને ઝડપી પાડયા હતાં.
જાણવા મળ્યું છે કે, પોતાના દેહનો સોદો કરનાર પરિણીત મહિલા બ્યુટીપાર્લરમાં નોકરી કરતી હતી. પરંતુ કોરોનાકાળમાં લૉકડાઉનને પગલે લગ્નપ્રસંગો ઓછા થઇ જતા કામ મળતુ બંધ થઇ ગયું હતું. તેમજ પતિ મારપીટ કરતો હોવાથી પોતાની 18 મહિનાની પુત્રી સાથે અલગ ભાડાના ફ્લેટમાં રહેતી હતી. અને નાછૂટકે મજબૂરીમાં દેહવિક્રયના ધંધામાં પડી હોવાનું તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યુ હતું.
સીટી પી.આઇ. વી.ડી. મોરીએ પીડિત મહિલાની પૂછપરછ કરતા, કોરોનાકાળમાં નિમ્ન મધ્યમવર્ગના પરિવારોની ભયંકર પરિસ્થિતિનો ચિતાર સામે આવ્યો હતો. સોનુ નામની મહિલાએ જણાવ્યું કે, તે પરિણીત છે અને તેને હાલ 18 મહિનાની માસુમ પુત્રી છે. તેનો પતિ સતત મારઝૂડ કરતો હોવાથી, છેલ્લા ત્રણેક વર્ષથી પુત્રી સાથે અલગ ભાડાના મકાનમાં રહે છે.
આ ઉપરાંત તેના માતા-પિતા એ જ શહેરમાં જુદા રહે છે. તે વિરારમાં જ એક બ્યુટીપાર્લરમાં દુલ્હનને શણગાર કરવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ, કોરોનાને કારણે લગ્નપ્રસંગો ઓછા થઇ જતા અને યુવતીઓ શણગાર માટે બ્યુટીપાર્લરમાં આવતી ન હોવાથી કામ મળતુ બંધ થઇ ગયું હતું.
મકાનનું ભાડું, પુત્રીનું ભરણપોષણ વગેરે માટે પૈસા હતાં નહી. આ દરમિયાન તેની ઓળખ આશા જીતેન પ્રાણગોપાલ દાસ સાથે થઇ હતી. તેના કહેવાથી છેલ્લા ત્રણેક મહિનાથી નાછૂટકે મજબુરીમાં તે દેહવિક્રયના ધંધામાં પડી ગઇ હોવાનું પી.આઇ.ને જણાવ્યું હતું. પીડિત મહિલાએ જણાવ્યું કે, દલાલ સંચાલિકા ગ્રાહક સાથે 1500 રૂપિયામાં સોદો કરતી હતી.
જેમાંથી તેણીને 800 રૂપિયા આપતી હતી. આ ઉપરાંત તે વિરારથી ઇકો કારમાં રૂપિયા 400 ભાડું ખર્ચીને વાપી સુધી આવતી હતી. ત્યાંથી દલાલ મહિલા તેને વલસાડ ખાતે ઉપરોક્ત ફ્લેટમાં લાવીને ધંધો કરાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા છાપો માર્યો ત્યારે ત્યાં પહેલેથી જ બે ગ્રાહકો હાજર હતા.
મહિલાના જણાવ્યા મુજબ, એક જ દિવસમાં તેણે 8થી 10 જેટલા ગ્રાહકોને દેહસંતોષ આપવો પડતો હતો. આ દરમિયાન પી.આઇ. મોરી સમક્ષ ચોધાર આંસુએ રડી પડેલી પીડિત મહિલાએ કહ્યું કે એક તબક્કે તો, આવું જીવન જીવવા કરતા માસુમ પુત્રી સાથે આત્મહત્યા કરી નાંખવાના વિચારો આવે છે. તેવી વાત કરતા, પી.આઇ.એ સીખ આપી હતી કે, દેહવિક્રય જેવો ગંદો ધંધો કરવાને બદલે ફેકટરીઓમાં નોકરી કરીને માનભેર જીવવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.