ડોકટરે પોતાને જ એટ્રાક્યુરીયમ ઇન્જેક્શન લગાવી મોતને કર્યું વ્હાલું- કારણ જાણીને રૂવાડા બેઠા થઇ જશે

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) સિવિલમાં ફરજ બજાવી રહેલ એનેસ્થેટિસ્ટ તબીબે(Anesthesiologist) જાતે જ એટ્રાક્યુરીયમ ઇન્જેક્શન(Atracurium injection) લગાવી મોતને ભેટી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ડોકટરે…

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) સિવિલમાં ફરજ બજાવી રહેલ એનેસ્થેટિસ્ટ તબીબે(Anesthesiologist) જાતે જ એટ્રાક્યુરીયમ ઇન્જેક્શન(Atracurium injection) લગાવી મોતને ભેટી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ડોકટરે સિવિલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલના સાતમા માળે રૂમમા જ આપઘાત કરી લીધો હતો. છેલ્લા 17 દિવસમા સિવિલમા ફરજ બજાવી રહેલા કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને લઇને સેક્ટર 7 પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, વિનયકુમાર હરેશભાઇ જાની (રહે, 702 પીજી હોસ્ટેલ, સિવિલ કેમ્પસ, મૂળ રહે, શાંતિકુંજ સોસાયટી, સત્રપ્રભા રોડ, અમરોલી, સુરત) ગાંધીનગર મેડીકલ કોલેજમા છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો અને એનેસ્થેટીક ડોકટરનો અભ્યાસ કરતો હતો. ડોક્ટરને સ્ટાફના અનેક લોકો સવારથી કોન્ટેક્ટ કરી રહ્યા હતા. પરંતુ તેનો કોઈ પતો થઇ શક્યો ન હતો. જેને લઇને ડોકટરના રૂમ ઉપર તપાસ કરવામા આવતા આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ હતુ. આ ઘટનાને લઇને ગાંધીનગર શહેરમા રહેતા ડોકટરના સબંધીને જાણ કરવામા આવતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, તબીબ ઉંઝા પાસે આવેલા મુક્તુપુર ગામનો વાતની છે. પરંતુ ઘણા વર્ષો પહેલા સુરત આવ્યાહતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોકટરે છુટાછેડા લીધા છે. જ્યારે હાલમા એકલવાયુ જીવન જીવતો હતો અને અભ્યાસ કરી રહ્યો હતો. બીજી બાજુ મળતી માહિતી અનુસાર, અભ્યાસ દરમિયાન રેસીડેન્ટ ડોક્ટરને એક થિશિસ તૈયાર કરવાનો હોય છે. પણ તેના થિશિસમા સત્તાધિશો સહિ ન કરતા હતા. અંતે તબીબ ડીપ્રેસનમા આવીને આ પ્રકારનું પગલુ ભર્યુ હોવાનુ પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *