Gujarat Mock Drill: પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં આજે ઓપરેશન શીલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાશે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત (Gujarat Mock Drill) તેમજ હરિયાણામાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. આ રાજ્યોમાં આજે રાત્રે 8 વાગ્યે બ્લેકઆઉટ સાથે મોક ડ્રીલ હાથ ધરાશે. અગાઉ 29 મેના રોજ મોક ડ્રીલ યોજાવાની હતી, પરંતુ તે મુલતવી રાખવામાં આવી. ત્યારે ચાલો જાણીએ કે ઓપરેશન શીલ્ડ શું છે…
ઓપરેશન શીલ્ડ શું છે?
ગૃહ મંત્રાલય (MHA) એ જાહેરાત કરી છે કે આજે દેશવ્યાપી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનો ઓપરેશન સિંદૂર બાદ બીજો તબક્કો છે, જેને ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું છે. જે 31 મેના રોજ ભારતના પશ્ચિમી સરહદી રાજ્યોમાં યોજાશે. આ અભ્યાસનો હેતુ સંભવિત શત્રુના હુમલા સમયે તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે.
31 મેના રોજ યોજાનારી મોકડ્રિલનો ઉદ્દેશ્ય ઈમરજન્સીની સ્થિતિમાં તૈયારીઓની સમીક્ષા તેમજ ખામીઓનું મૂલ્યાંકન કરવાનો છે. આ અભ્યાસ નાગરિક સંરક્ષણના અધિક મહાનિર્દેશક દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે અને તે નાગરિક સંરક્ષણ નિયમો, 1968 ની કલમ 19 હેઠળ હાથ ધરવામાં આવશે.
મોકડ્રિલ દરમિયાન શું થશે
હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવશે. સાયરન વાગતાની સાથે જ તમામ લોકોને ઇન્વર્ટર લાઇટ, સોલાર લાઇટ, ટોર્ચ, મોબાઇલ લાઇટ અને વાહન લાઇટ બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. જો ઘરમાં લાઈટ ચાલુ હોય તો બધા દરવાજા અને બારીઓની સામે પડદા રાખવાની સલાહ આપવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારનો પ્રકાશ બહાર ન જાય. સરહદી વિસ્તારોમાં મોક ડ્રીલ દરમિયાન ગોળીબારની સ્થિતિમાં લોકોને સલામત સ્થળોએ અને હોસ્પિટલોમાં કેવી રીતે લઈ જવા તે સમજાવવામાં આવશે.
જિલ્લો બ્લેક આઉટનો સમય
નવસારીમાં 8.00 થી 8.30 સુધી, વડોદરામાં 7.30 થી 7.45 સુધી, સુરતમાં 8.00 થી 8.30 સુધી, જામનગરમાં8.00 થી 8.30 સુધી, ખેડામાં 8.00 થી 8.15 સુધી, રાજકોટમાં 8.30 થી 8.45 સુધી, તાપીમાં 8.00થી 8.15 સુધી, મહિસાગરમાં 8.00થી 8.15 સુધી, કચ્છમાં 8.00થી 8.30 સુધી, વલસાડમાં 8.00થી 8.30 સુધી, દાહોદમાં 8.00થી 8.15 સુધી, અમરેલીમાં 8.00થી 8.30 સુધી, ગાંધીનગરમાં 8.00થી 8.30 સુધી, અમદાવાદમાં 7.45થી 8.15 સુધી, આણંદમાં 7.30થી 7.45સુધી, જૂનાગઢમાં 8.30 થી 9.00 સુધી, સુરેન્દ્રનગરમાં 8.00થી 8.30 સુધી બંધ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App