સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, કોંગ્રેસ પાર્ટીના આ મંત્રી આયસોલેશનમાં ટ્રાન્સફર થયા બાદ થઇ ગયા અચાનક ગુમ

હાલ સમગ્ર ગુજરાત સહીત આખા દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર ચરમસીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ કોરોનાનું હોટસ્પોટ અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. બધાજ દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને શહેરની જાણીતી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે દરરોજની માફક અવારનવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલને લઈને સમાચારો કંઈકને કંઈ આવતા હોય છે.

આજના દિવસે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી એક દર્દી ગાયબ થવાની વધુ એક ઘટના બનતા હડકપ મચી જવા પામ્યો છે અને ચારેબાજુ લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જે દર્દી ગાયબ થયો છે તે કેન્સરના રોગથી પીડિત હતો અને તે ગુમ થયો છે.

આ ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી કેન્સરનો એક દર્દી ગુમ થયો છે. આ દર્દી પોરબંદરનો છે અને કેન્સરનો દર્દી સિવિલમાં સારવાર હેઠળ હતો. ત્યારબાદ તેને આઈસોલેશનમાં ટ્રાન્સફર કર્યા બાદ દર્દીની ભાળ મળી રહી નથી.

સાથે-સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોરોનાની આશંકાએ સંચાલકોએ આઈલોસેશનમાં ખસેડ્યા હતો. ત્યારબાદ દર્દીના પરિવારજનોને ખબર પડતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હોસ્પિટલ તંત્ર યોગ્ય જવાબ ન આપતું હોવાનો આરોપ લાગ્યો છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, 5 મેએ એડમિટ કર્યા બાદ કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.દર્દીના પુત્રએ કહ્યું હતું કે મારા પિતાના રિપોર્ટ બાદ તેઓ ગાયબ થયા છે.

આ ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર,અ મદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે દર્દી ગુમ થયા છે તેઓ પોરબંદર કોંગ્રેસ પક્ષના શહેર મંત્રી છે અને તેઓ અમદાવાદ હોસ્પિટલથી ગાયબ થયા છે. તેમણે કેન્સરની બીમારીના કારણે એડમિટ કરાયા હતા. મંત્રીની તબિયત વધુ ખરાબ થતા હોસ્પિટલ સંચાલકોએ હોસ્પિટલના આયસોલેશનમાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ગાયબ થયા હતા.

આ ઘટના બાદ હોસ્પિટલ સંચાલકોની મોટી બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. જે દર્દી ગુમ થયા છે તેઓનું નામ પ્રવીણ બરીદુંન છે. હોસ્પિટલના સંચાલકોએ અને ડોક્ટરોને કોરોનાની શંકા હતી. ત્યારબાદ આયસોલેશનમાં ગયા બાદ પરિવાર સાથે પ્રવિણભાઈનો સંપર્ક કપાયો હતો. 8 દિવસથી પ્રવીણભાઈ હોસ્પિટલમાં નથી તેવા સમાચાર મળ્યા છે. હોસ્પિટલ પાસે પ્રવિભાઈ ક્યાં વિભાગમાં છે કે ક્યાંય ટ્રાન્સફર આપી છે કે અન્ય કોઈ કારણ હોસ્પિટલ પાસે જવાબ નથી. 5 તારીખે એડમિટ કર્યા બાદ કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *