ભારત-કેનેડા વિવાદ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય- ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ

Published on Trishul News at 1:31 PM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 1:31 PM

India and Canada news: ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ(India and Canada news) અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, કેનેડાના PM એ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ ખુબ વધી ગયો.

અહેવાલ અનુસાર વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખ્યું હતું, ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી: ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ભારતીય અધિકારીએ પુષ્ટિ કરી
આ તરફ એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે આ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને કહ્યું હતું કે, નોટિસમાં બધું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કોરોના પીરિયડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે કોઈપણ દેશના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી છે.

બુધવારે મોડી રાત્રે આ જાણકારી સામે આવી હતી. આ પહેલા બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કેનેડા જનારા લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ પણ વિસ્તારમાં ન જશો જ્યાં કોઈ ભારત વિરોધી ઘટના બની હોય અથવા એવું કંઈક બનવાની સંભાવના હોય.

કેનેડા પણ ભારતમાંથી પોતાના રાજદ્વારીઓને બોલાવી રહ્યું છે
નોંધનીય છે કે, કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી રહી છે. આવી સ્થિતિમાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી રહી છે.

Be the first to comment on "ભારત-કેનેડા વિવાદ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય- ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ"

Leave a comment

Your email address will not be published.


*