હાર્ટ એટેકએ લીધો વધુ એક બાળકીનો ભોગ, શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે ધોરણ 10ની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત0

Student dies of heart attack: હાલ ગુજરાત રાજ્ય સહિત આખા દેશભરમાં હાર્ટ એટેકના આલગ અલગ કિસ્સાઓ સામે આવતા હોય છે.તેવી જ એક ઘટના કર્ણાટકના ચામરાજનગર…

Student dies of heart attack: હાલ ગુજરાત રાજ્ય સહિત આખા દેશભરમાં હાર્ટ એટેકના આલગ અલગ કિસ્સાઓ સામે આવતા હોય છે.તેવી જ એક ઘટના કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં(Student dies of heart attack) સવારની પાળી દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યા ઘટના સામે આવી છે.

શાળાના અધિકારીવર્ગ સાથે જોડાયેલા લોકો તુરંત જ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરો તેનો જીવ બચાવી શક્યા નહીં.બીજી બાજુ માહિતી મળતાની સાથે જ પોલીસ શાળાએ પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ વિદ્યાર્થીનીનું નામ પેલીશા જણાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 16 વર્ષ જણાવવામાં આવી રહી છે. જે શાળામાં આ ઘટના બની તે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટમાં આવેલી છે. આ વિદ્યાર્થિની આ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી.સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ,દરરોજની જેમ બુધવારે સવારે સ્કૂલ પાળી ચાલી રહી હતી, તમામ બાળકો રાષ્ટ્રગીત ગાતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત બગડી ગયી હતી.

તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
શરૂઆતમાં, શાળાના શિક્ષકોએ એવું વિચાર્યું કે તેને ચક્કર જેવી કોઈ સમસ્યા હોઈ શકે છે, પરંતુ પછીથી પેલિશાની તબિયત વધુ બગડવા લાગી. આ પછી શિક્ષકોએ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી.અહીં ડોકટરોએ બાળકીનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ વારમાં તેનું મોત નીપજ્યું હતું.

છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો
ડોકટરોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીને કદાચ હાર્ટ એટેક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનીના માતા-પિતા ત્યાં ન હતા. તે અનાથ હતી અને નિર્મલા શાળાની હોસ્ટેલમાં તે રહેતી હતી. ત્યારે આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી જવા પામી છે. શાળાના શિક્ષકો અને બાળકો આઘાતમાં છે. શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ, પેલિશા એક હોશિયાર વિદ્યાર્થીની હતી. તે ભણવામાં વાંચવામાં પણ સારી વિદ્યાર્થીની હતી. પેલીશા હવે આ દુનિયામાં નથી એ વાત પર કોઈ માની ન શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *