Heart Attack in Surat: રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. નાની વયેને ઉમરે હાર્ટએટેક આવવાના કિસ્સામાં ખુબ વધારો થઈ રહ્યો છે. તેવો જ એક કિસ્સો રાજ્યના સુરત શહેરના ભીમરાડ ગામમાં ઘરે દિવાબત્તી કરતી વખતે અચાનક છાતીમાં અને માથામાં દુ:ખાવો થયા બાદ ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડેલા ધોરણ 12ના વિદ્યાર્થીનું આખરે મોત નિપજ્યું છે. તેનું મોત હાર્ટએટેકના (Heart Attack in Surat) કારણે થયું હોવાનું ડોકટરો દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ગુજરાતના મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્ક્લેવમાં રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ-12માં અભ્યાસ કરી રહ્યો હતો. મંગળવારે સાંજે દેવ ઘરે દિવાબત્તી કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં અને માથામાં દુ:ખાવો થયા પછી ચક્કર આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. દેવ પરિવારમાં એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી સુરતની સાથે રાજ્યભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. જે એક શોધનો વિષય બની ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube