હરિયાણા (Haryana)માંથી હાલમાં જ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના કરનાલમાં સ્થિત હરિસિંહ પુરા ગામ (Harisinh Pura village)માં સંસ્કાર ભારતી ખાનગી શાળા (Sanskar Bharti Private School)ના ક્લાસ રૂમમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી. ક્લાસમાં ધોરણ 12નું પ્રેક્ટિકલ ચાલી રહ્યું હતું, પરીક્ષા(Exam) સવારે 9 વાગ્યાની આસપાસ શરૂ થવાની હતી. પરીક્ષા દરમિયાન જ બારમા ધોરણના વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. બંને વિદ્યાર્થીઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે વિરેન નામના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. આ ઘટના સમયે વર્ગખંડમાં વધુ બાળકો હાજર હતા.
આ ક્રૂર કાર્ય કર્યા બાદ આરોપી વિદ્યાર્થી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના શાળા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
ક્લાસમાં વિદ્યાર્થીને લોહીલુહાણ જોઇને શાળા પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થી વીરેનને સારવાર માટે ઘરૌંડાના સામુદાયિક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી ડૉક્ટરોએ તેને કરનાલ રિફર કર્યો હતો. કરનાલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા. સ્ટુડન્ટ મર્ડરને જૂની દુશ્મની સાથે જોડવામાં આવી રહી છે. શાળામાં હત્યા બાદ ગામમાં તણાવની સ્થિતિ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી હતી. સાથે જ સાવચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ સ્કૂલમાં વિદ્યાર્થી વિરેનની હત્યાની માહિતી મળતાં જ ડીએસપી મનોજ કુમાર ભારે પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી. શાળામાં બનેલી આ ઘટનાની કેટલીક તસવીરો શાળા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. ગામમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડીએસપી મનોજ કુમારે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.