કોરોનાવાયરસ ના વધતા સંક્રમણને રોકવા માટે આખા દેશમાં ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને પોતાના ઘરોમાં જ કેદ રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. એવામાં હવે લોકો પોલીસ અને પ્રશાસન ની તડકાથી બચવા માટે lockdown તોડવાની નવી નવી રીતો અજમાવી રહ્યા છે.
કંઈક આવું જ કર્ણાટકના મેંગલોરમાં થયું છે,જ્યાં એક છોકરાનું મન ન લાગી રહ્યું હતું અને તેને પોતાના મિત્રને મળવું હતું. પરંતુ રસ્તા ઉપર પોલીસના કારણે તેઓ આવું ન કરી શક્યા.એવામાં એક મિત્ર બીજા મિત્રને મળવા નીચે તરકીબ શોધી કાઢી તે જાણી તમે હેરાન થઈ જશો.
એક યુવકે મિત્રને મળવા માટે પોતાની જાતને એક સૂટકેસમાં બંધ કરી લીધી અને પછી બીજો મિત્ર આવી એ suitcase ને પોતાના એપાર્ટમેન્ટ માં લઇ ગયો. ત્યાં તેણે તેઓ પોતાના મિત્રને સુટકેસ ની બહાર કાઢવાની કોશિશ કરી તો તે પકડાઈ ગયો. આ ઘટના આર્ય સમાજ રોડ પર સ્થિત એક એપારમેન્ટ પરિસરની છે જ્યાં તે રહેતો હતો.
હકીકતમાં યુવકે આ રીતે એટલા માટે શોધી કાઢી કારણકે lockdown નિયમોના કારણે એપાર્ટમેન્ટમાં આવનાર નવા લોકોની આવ-જા ઉપર સખત પ્રતિબંધ લાગેલો હતો. વિદ્યાર્થીએ પોતાના મિત્રના ફ્લેટમાં જવા માટે આ યોજના બનાવી.મિત્રને એક મોટા સૂટકેસમાં સંતાડી દીધો અને જ્યારે સુટકેસ ને અપાર્ટમેન્ટ પરિસરમાં લાવી રહ્યો હતો તો તે લડાઈ ગયો જેનાથી લોકોને તેના પર શંકા ગઈ.
એપાર્ટમેન્ટના લોકોને શંકા થયા બાદ સુટકેસ ખોલી તો લોકો જોઈને અચરજમાં પડી ગયા કે તેમાંથી એક જીવતો માણસ નીકળ્યો.લોકો એ તરત જ પોલીસને જાણકારી આપી અને સૂચના બાદ બંને મિત્રોને પૂછપરછ માટે કદરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news