ધ્યાન રાખજો: કાપડનું માસ્ક પહેરતા હોય તો ચેતી જજો, એઈમ્સના સંશોધનમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હાલમાં લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે અલગ અલગ પ્રકારના માસ્ક પહેરે છે. કોઈ વ્યક્તિ સાદા માસ્ક પહેરે, તો કોઈ વ્યક્તિ N-95 માસ્ક પહેરે છે તો  અમુક લોકો કાપડના માસ્ક પહેરે છે. ત્યારે હવે કાપડનું માસ્ક પહેરનારા લોકો ચેતી જજો. કારણ કે એઈમ્સના સંશોધનમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એઈમ્સના રીચર્સના ઘટસ્ફોટ થયો છે કે, જે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા દર્દીઓને કાપડનું માસ્ક ન પહેરવું જોઈએ.

એઈમ્સના 352 દર્દીઓ પર કરવામાં આવેલ રીચર્સ અનુસાર સામે આવ્યું છે કે, જે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા દર્દીઓને કાપડનું માસ્ક ન પહેરવું જોઈએ. લાંબા સમય સુધી કાપડનું માસ્ક પહેરી રાખવાથી ગંદકી થાય છે અને જેને કારણે બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે. જોવા જઈએ તો ખાસ કરીને દર્દીઓમાં જેમથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમણે ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે.

અધ્યયનમાં 200 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાંથી 152 દર્દી એવા હતા જેમને કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસ પણ થઇ હતી. રીચર્સ અનુસાર બ્લેક ફંગસથી પીડિત થનારા દર્દીઓમાના ફક્ત 18 ટકા દર્દીઓએ N-95 માસ્કનો ઉપયોગ કર્યો હતો. જયારે 43 ટકા દર્દીઓએ પણ N-95 માસ્કનો ઉપયોગ કર્યો હતો જેમને પણ બ્લેક ફંગસનું સંક્રમણ નહોતું જોવા મળ્યું.

બ્લેક ફંગસનો ભોગ બનેલા 71.2 ટકા દર્દીઓએ કાપડનું અથવા તો સર્જિકલ માસ્કનો ઉપયોગ કરતા હતા. જેમાંથી 52 ટકા જેટલા દર્દીઓ કાપડના માસ્કનો ઉપયોગ કરી રહ્યા હતા. એઈમ્સના મેડીસીન વિભાગના ડોક્ટર પ્રોફેસર નીરજ નિશ્ચલે જણાવતા કહ્યું છે કે, કાપડ વાળા ગંદા માસ્કનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી મ્યૂકોરમાઈકોસિસનો ખતરો વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *