મુખ્યમંત્રીની મોટી જાહેરાત – આ તારીખથી 500 રૂપિયામાં મળશે ગેસનો બાટલો

મોંઘવારી(inflation)ના માર વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજસ્થાન(Rajasthan)ની ગેહલોત સરકારે(Ashok Gehlot) ગરીબોને મોટી રાહત આપી છે. સરકારે જાહેરાત કરી છે કે, તે એક વર્ષમાં ગરીબોને 12 ગેસ સિલિન્ડર(gas cylinder) આપશે. આ માટે તેમણે પ્રતિ સિલિન્ડર 500 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના 1 એપ્રિલ 2023 થી લાગુ થશે.

આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરમાં કહ્યું કે મોંઘવારીનો મામલો ગંભીર છે. અમે આવતા વર્ષે 1 એપ્રિલથી BPL પરિવારોને 500 રૂપિયામાં સિલિન્ડર આપીશું. આ અંતર્ગત એક વર્ષમાં ગરીબોને 12 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અમારી સરકારનો ઉદ્દેશ્ય અને પ્રાથમિકતા એ છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી કોઈ વંચિત ન રહે.

અશોક ગેહલોતે તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ગરીબોને મહત્તમ રાહત આપવા માટે સતત લોક કલ્યાણકારી નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં, રાજ્ય સરકાર ગરીબોને સસ્તા દરે સિલિન્ડર આપવાની યોજના લઈને આવી રહી છે”.

સામાન્ય માણસ પરનો આર્થિક બોજ ઓછો થશે:
એવું કહેવામાં આવે છે કે, 1 એપ્રિલ, 2023 થી, 500 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે યોજનાના અમલીકરણ સાથે, ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા બીપીએલ અને ગરીબ લોકો એક વર્ષમાં 12 સિલિન્ડર મેળવી શકશે. તેનાથી મોંઘવારીના આ યુગમાં સામાન્ય માણસ પરનો આર્થિક બોજ ઓછો થશે.

કિચન કિટનું પણ આયોજન કરવામાં આવશે:
વધુમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓ રાજ્યમાં આ યોજનાને લાગુ કરવા માટે એક માળખું તૈયાર કરી રહ્યા છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રસોડાની ચીજવસ્તુઓની કીટ આપવાનું આયોજન પણ કરવામાં આવશે.

સરકાર મહિલાઓની સુરક્ષા માટે સંવેદનશીલ છે:
મહિલા સુરક્ષાના મામલે તેમણે ટ્વીટ પણ કર્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સંવેદનશીલ છે. મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્યમાં સતત જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્યમાં ચાલી રહેલી 45 પોક્સો કોર્ટ માટે નિર્ભયા ફંડમાં 60 કરોડની વધારાની બજેટ જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *